Wednesday, March 4, 2026

શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું, જાણો કેમ આપ્યું રાજીનામું ?

spot_img
Share

અમદાવાદ : આજે ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પરંતું પરિણામ બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પક્ષને રાજીનામું આપ્યાનો મોટો ધડાકો કર્યો છે. પ્રેસ કોન્ફરન્સ સંબોધતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, મેં થોડા દિવસ પહેલા AICC ને મારું રાજીનામુ આપી દીધું છે. આજે મારો આ પ્રમુખ તરીકેનો છેલ્લો દિવસ છે. નવા પ્રમુખનું નામ જાહેર ન થાય ત્યાં સુધી શૈલેષ પરમાર જવાબદારી સંભાળશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સ્વાદ ચાંખવાનો વારો આવ્યો છે. કડી-વિસાવદર પેટાચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પક્ષને રાજીનામું આપ્યું છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલનું રાજીનામું આપ્યું છે. શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું હતું કે, હાઈકમાન્ડને મારું રાજીનામું મોકલ્યું છે. પેટાચૂંટણીના પરિણામો નિરાશાજનક છે.જિલ્લા પ્રમુખ માટે નામ વિચારણા માટે મને બોલાવવામાં આવ્યો હતો, મે હાઇકમાન્ડ નિણર્ય આખરી ગણ્યો હતો.

શક્તિસિંહ ગોહિલે વધુમાં કહ્યું હતું કે, સંગઠન બદલવા માટે શરૂઆત ગુજરાતમાં કરવામાં આવી છે.7 દિવસ કામગીરી અને સમીક્ષા કરી નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે.આ નવા પ્રમુખની નિમણૂકથી નવી ખુશી ઉભી થઈ છે. કોંગ્રેસ પાર્ટી સર્જન સંગઠન અભિયાન શરૂઆત કરવામાં આવી છે. દર 3 મહિના પ્રમુખ કામગીરી સમીક્ષા કરવામાં આવશે.જે જૂના પ્રમુખ પણ આ નવા પ્રમુખને આવકાર્યા છે.જિલ્લા પ્રમુખ માટે નામ વિચારણા માટે મને બોલાવવામાં આવ્યો હતો. મે હાઇકમાન્ડ નિણર્ય આખરી ગણ્યો હતો. પક્ષની અનુકૂળતા મુજબ ચાલવું જોઈએ. દર 3 મહિને રીવ્યુ કરવામાં આવશે. દિલ્હી તેમજ અમદાવાદથી રીવ્યુ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...