Thursday, March 12, 2026

વંદે ભારત ટ્રેનને ઉથલાવવા ભયંકર કાવતરું, ચાંદલોડીયા-ખોડીયાર વચ્ચે ટ્રેક પર અજાણ્યા શખ્સ 20 ફૂટ લાંબી લોખંડની એન્ગલ મૂકી ફરાર

spot_img
Share

અમદાવાદ : શહેરના ચાંદલોડીયા બી પેનલથી ખોડીયાર રેલવે લાઇન વચ્ચે રાત્રે એક ગંભીર ઘટના સામે આવી છે. જ્યાં અજાણ્યા ઇસમે રેલવે પાટા પર આશરે 20 ફૂટ લાંબી લોખંડની એન્ગલ મૂકી ભારતની પ્રિમીયમ વંદે ભારત ટ્રેનને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર દુર્ઘટના થવા માત્ર મિનિટોની વાર હતી, પરંતુ ટ્રેન પાયલટની ચુસ્ત દેખરેખના કારણે મોટી દુર્ઘટના ટળી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાબરમતીમાં આવેલા સર્વોત્તમનગરમાં રહેતા અને જે ખોડીયાર રેલવે સ્ટેશન ખાતે રેલપથના સિનિયર સેક્શન ઇજનેર તરીકે ફરજ બજાવે છે એવા ભાગવત બેહેરાએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે પશ્ચિમ રેલવેમાં અમદાવાદ ડીવીઝનમાં ખોડીયાર રેલવે સ્ટેશન ખાતે સીનીયર સેક્શન એન્જીનીયર તરીકે નોકરી કરે છે. તેમને ચાંદલોડીયા બી પેનલ રલવે સ્ટેશન લાઇનથી ખોડીયાર રેલવે લાઇન વચ્ચે યોગ્ય રીતે રેલ વ્યવહાર જળવાઇ રહે તે જોવાની કામગીરી સોંપવામાં આવી છે.

રવિવારે રાતના સાડા આઠ વાગે તેમને મેસેજ મળ્યો હતો કે કોઇએ ખોડીયાર રેલવે લાઇન થાંભલા નંબર 510 પાસે રેલવે ટ્રેક પર લોંખડની એન્ગલ વાળીને મુકી હતી. આ સમયે વેરાવળથી આવી રહેલી વંદેભારત એક્સપ્રેસમાં લોખંડની એન્ગલ ફસાઇ જતા પાયલોટે ટ્રેનને ઉભી રાખતા મોટી દુર્ઘટના થતા અટકાવી હતી. બાદમાં આશરે નવ મિનિટ બાદ ટ્રેનમાંથી એન્ગલ કાઢીને ટ્રેનને સાબરમતી રેલવે સ્ટેશન તરફ રવાના કરવામાં આવી હતી. વંદેભારત એક્સપ્રેસ પસાર થઇ તે પહેલા આ ટ્રેક પરથી ગાંધીધામ જતી એક માલવાહક ટ્રેન પણ પસાર થઇ હતી. આ અંગે ઘાટલોડીયા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...