Monday, April 27, 2026

સાણંદમાં હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી પર પોલીસના દરોડા, 39 લોકો પીધેલી હાલતમાં પકડાયા

spot_img
Share

અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અવાર નવાર બુટલેગરો અને ખુલ્લે આમ ચાલતી દારૂની મેહફિલોના સમાચાર પ્રકાશમાં આવતા હોય છે. અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં ગઈકાલે (20 જુલાઈ) મોડી રાત્રે યોજાયેલી હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી પર સાણંદ પોલીસે રેડ કરી હતી. પોલીસે રિસોર્ટમાં હાજર 100 લોકોની તપાસ કરી, જેમાંથી 13 યુવકો અને 26 યુવતીઓ મળી કુલ 39 વ્યક્તિઓ દારૂના નશામાં પકડાયા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી પર સાણંદ પોલીસે દરોડો પાડી મોટી કાર્યવાહી કરી. બાતમીના આધારે સાણંદ પોલીસે ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં રાત્રે દરોડો પાડ્યો, જ્યાં રિયલ એસ્ટેટ વ્યવસાયી પ્રતિક સંઘવીની જન્મદિવસની ઉજવણીની આડમાં દારૂ પાર્ટી ચાલી રહી હતી. પોલીસે રિસોર્ટમાં હાજર 100 લોકોની તપાસ કરી, જેમાંથી 13 યુવકો અને 26 યુવતીઓ દારૂના નશામાં ઝડપાયા. આ કુલ 39 લોકોને ધરપકડ કરીને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા.

પોલીસે ઝડપાયેલા તમામ 39 લોકોની મેડિકલ તપાસ માટે ચાર બસ અને વાહનોનો ઉપયોગ કર્યો. મોડી રાતથી સવાર સુધી ચાલેલી આ કાર્યવાહી દરમિયાન, ઝડપાયેલા લોકોના પરિવારજનો પણ સાણંદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, તમામની ધરપકડ કરી અને તપાસ આગળ વધારી.

આ અગાઉ 20 જુલાઈએ વહેલી સવારે પણ ક્લહાર બ્લુ ગ્રીન વિલન મકાનમાંથી દારૂની મહેફિલ માણતા 12 નબીરાઓ ઝડપાયા હતા.પોલીસે અમદાવાદ,ગાંધીનગર અને મુંબઈમાં રહેતા 12 યુવકોને દારૂ પીતા ઝડપ્યા હતા.આ બનાવના 24 કલાકમાં જ પોલીસે અન્ય હાઈ પ્રોફાઈલ દારૂની પાર્ટી પર રેડ કરી છે.

દારૂ પાર્ટીમાં પકડાયેલા આરોપીના નામ

  1. પ્રતિકભાઇ સુબકરણ જાતે.સાંઘી ઉ.વ.38 રહે.એ/81, મેફેર એપાર્ટમેન્ટ, શીવરંજની ચાર રસ્તા પાસે, અમદાવાદ
  2. રૂષભભાઇ વિમલભાઇ દુગલ ઉ.વ.38 રહે.એ/401, રીવેરા ઇલાઇટ, સ્કાઇ સીટી, શેલા,અમદાવાદ
  3. રીતેષભાઇ રાજનભાઇ વજીરાની ઉ.વ.38 રહે.ઇ/402,અસાવરી ટાવર, રામદેવનગર, સેટેલાઇટ, અમદાવાદ
  4. વિરાજભાઇ યજ્ઞેનભાઇ વિઠલાણી ઉ.વ.36 રહે.601, કાંચનઝંઘા, ક્રિકેટ બંગ્લાની સામે, જામનગર
  5. નિનાદભાઇ કમલેશભાઇ પરીખ ઉ.વ.43 રહે.53, પાર્થના વિહાર સોસાયટી, આંબાવાડી, અમદાવાદ
  6. અતિતભાઇ સુરેશભાઇ બજાજ ઉ.વ.41 રહે.03, સુમંતીકુંજ, અટીરા સામે, વસ્ત્રાપુર, અમદાવાદ
  7. રાજભાઇ બાલકૃષ્ણભાઇ અગ્રવાલ ઉ.વ.37 રહે.06, નવનીત પાર્ક, કેતલ પેટ્રોલ પંપ સામે, આંબાવાડી, અમદાવાદ
  8. નિખીલભાઇ સુરેન્દ્રભાઇ બજાજ ઉ.વ.38 રહે.સી/01, ન્યુ લાઇટ કોલોની, ટોક રોડ, જયપુર, રાજસ્થાન
  9. દુષ્યંતભાઇ કિશોરભાઇ ગોસ્વામી ઉ.વ.36 રહે.સર્મપલ બંગ્લા નબર-02, જજ બંગ્લો રોડ, બોડકદેવ, અમદાવાદ
  10. વરૂણભાઇ મનોજભાઇ જૈન ઉ.વ.36 રહે.બી/404, આશાવરી ટાવર, વાઇટ એગંલની પાછળ, ઇસ્કોન, અમદાવાદ
  11. અમિતભાઇ શીવભાઇ જોગીયા ઉ.વ.36 રહે.બી/10, ઇસ્ટેબોની સીંઘુભવન ફલેટ, અમદાવાદ
  12. પ્રિયમભાઇ બીમલભાઇ પરીખ ઉ.વ.37 રહે.09, હેરીટેજ રેસીડેન્સી, થલતેજ, અમદાવાદ
  13. સજલભાઇ સંજીવકુમાર અગ્રવાલ ઉ.વ.35 રહે.01, હીરકુંજ બંગ્લોઝ, પ્રહલાદનગર સર્કલ, હોનેસ્ટ હોટલની સામે, અમદાવાદ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...