અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અવાર નવાર બુટલેગરો અને ખુલ્લે આમ ચાલતી દારૂની મેહફિલોના સમાચાર પ્રકાશમાં આવતા હોય છે. અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં ગઈકાલે (20 જુલાઈ) મોડી રાત્રે યોજાયેલી હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી પર સાણંદ પોલીસે રેડ કરી હતી. પોલીસે રિસોર્ટમાં હાજર 100 લોકોની તપાસ કરી, જેમાંથી 13 યુવકો અને 26 યુવતીઓ મળી કુલ 39 વ્યક્તિઓ દારૂના નશામાં પકડાયા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી પર સાણંદ પોલીસે દરોડો પાડી મોટી કાર્યવાહી કરી. બાતમીના આધારે સાણંદ પોલીસે ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં રાત્રે દરોડો પાડ્યો, જ્યાં રિયલ એસ્ટેટ વ્યવસાયી પ્રતિક સંઘવીની જન્મદિવસની ઉજવણીની આડમાં દારૂ પાર્ટી ચાલી રહી હતી. પોલીસે રિસોર્ટમાં હાજર 100 લોકોની તપાસ કરી, જેમાંથી 13 યુવકો અને 26 યુવતીઓ દારૂના નશામાં ઝડપાયા. આ કુલ 39 લોકોને ધરપકડ કરીને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા.
પોલીસે ઝડપાયેલા તમામ 39 લોકોની મેડિકલ તપાસ માટે ચાર બસ અને વાહનોનો ઉપયોગ કર્યો. મોડી રાતથી સવાર સુધી ચાલેલી આ કાર્યવાહી દરમિયાન, ઝડપાયેલા લોકોના પરિવારજનો પણ સાણંદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, તમામની ધરપકડ કરી અને તપાસ આગળ વધારી.
આ અગાઉ 20 જુલાઈએ વહેલી સવારે પણ ક્લહાર બ્લુ ગ્રીન વિલન મકાનમાંથી દારૂની મહેફિલ માણતા 12 નબીરાઓ ઝડપાયા હતા.પોલીસે અમદાવાદ,ગાંધીનગર અને મુંબઈમાં રહેતા 12 યુવકોને દારૂ પીતા ઝડપ્યા હતા.આ બનાવના 24 કલાકમાં જ પોલીસે અન્ય હાઈ પ્રોફાઈલ દારૂની પાર્ટી પર રેડ કરી છે.
દારૂ પાર્ટીમાં પકડાયેલા આરોપીના નામ
- પ્રતિકભાઇ સુબકરણ જાતે.સાંઘી ઉ.વ.38 રહે.એ/81, મેફેર એપાર્ટમેન્ટ, શીવરંજની ચાર રસ્તા પાસે, અમદાવાદ
- રૂષભભાઇ વિમલભાઇ દુગલ ઉ.વ.38 રહે.એ/401, રીવેરા ઇલાઇટ, સ્કાઇ સીટી, શેલા,અમદાવાદ
- રીતેષભાઇ રાજનભાઇ વજીરાની ઉ.વ.38 રહે.ઇ/402,અસાવરી ટાવર, રામદેવનગર, સેટેલાઇટ, અમદાવાદ
- વિરાજભાઇ યજ્ઞેનભાઇ વિઠલાણી ઉ.વ.36 રહે.601, કાંચનઝંઘા, ક્રિકેટ બંગ્લાની સામે, જામનગર
- નિનાદભાઇ કમલેશભાઇ પરીખ ઉ.વ.43 રહે.53, પાર્થના વિહાર સોસાયટી, આંબાવાડી, અમદાવાદ
- અતિતભાઇ સુરેશભાઇ બજાજ ઉ.વ.41 રહે.03, સુમંતીકુંજ, અટીરા સામે, વસ્ત્રાપુર, અમદાવાદ
- રાજભાઇ બાલકૃષ્ણભાઇ અગ્રવાલ ઉ.વ.37 રહે.06, નવનીત પાર્ક, કેતલ પેટ્રોલ પંપ સામે, આંબાવાડી, અમદાવાદ
- નિખીલભાઇ સુરેન્દ્રભાઇ બજાજ ઉ.વ.38 રહે.સી/01, ન્યુ લાઇટ કોલોની, ટોક રોડ, જયપુર, રાજસ્થાન
- દુષ્યંતભાઇ કિશોરભાઇ ગોસ્વામી ઉ.વ.36 રહે.સર્મપલ બંગ્લા નબર-02, જજ બંગ્લો રોડ, બોડકદેવ, અમદાવાદ
- વરૂણભાઇ મનોજભાઇ જૈન ઉ.વ.36 રહે.બી/404, આશાવરી ટાવર, વાઇટ એગંલની પાછળ, ઇસ્કોન, અમદાવાદ
- અમિતભાઇ શીવભાઇ જોગીયા ઉ.વ.36 રહે.બી/10, ઇસ્ટેબોની સીંઘુભવન ફલેટ, અમદાવાદ
- પ્રિયમભાઇ બીમલભાઇ પરીખ ઉ.વ.37 રહે.09, હેરીટેજ રેસીડેન્સી, થલતેજ, અમદાવાદ
- સજલભાઇ સંજીવકુમાર અગ્રવાલ ઉ.વ.35 રહે.01, હીરકુંજ બંગ્લોઝ, પ્રહલાદનગર સર્કલ, હોનેસ્ટ હોટલની સામે, અમદાવાદ