Saturday, July 25, 2026

શાસ્ત્રીનગરના સરદાર પટેલ આવાસમાં રહસ્યમય આપઘાત : અજાણી યુવતીએ 14મા માળેથી કૂદીને જીવ ટૂંકાવ્યો

spot_img
Share

અમદાવાદ : આપણા સમાજ સામે સૌથી મોટી સમસ્યા હોઈ તો તે છે આપઘાતના વધી રહેલા બનાવોની. આપઘાતના વધતા જતા પ્રમાણે સમાજની સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા. અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલા સરદાર પટેલ આવાસ યોજનાના 14મા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. યુવતીના આપઘાતનું કારણ અકબંધ છે. ઘટના અંગેની જાણ થતા ઘાટલોડિયા પોલીસે ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી હતી. મૃતક યુવતી અન્ય સ્થળેથી આવીને આપઘાત કર્યાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરના શાસ્ત્રીનગરમાં સ્થિત સરદાર પટેલ આવાસના ટેરેસ પરથી અજાણી યુવતીએ આવીને અચાનક નીચે પડતું મૂકી દેતા તેનું કમકમાટીભર્યું મોત નિપયું હતું. જેને લઈ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ કરી હતી. યુવતી અંગે સૌને પૂછપરછ કરી હતી. યુવતીનું મોત કે આપઘાત તે અંગે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. જો કે. યુવતીના પર્સમાંથી મોબાઈલ અને આધાર કાર્ડ કે અન્ય વસ્તુઓને લઈ પોલીસે તપાસ કરી છે.

પોલીસે યુવતીની ઓળખ કરીને તેના પરિવારને જાણ કરી હતી. પોલીસ તપાસમાં યુવતી સરદાર પટેલ આવાસ યોજનાની રહેવાસી ન હોવાનું સામે આવ્યું હતું. યુવતીના મૃતદેહને પીએમ માટે મોકલીને પોલીસે સુસાઇડ નોટ છે કે નહીં? તેની તપાસ કરી છે. યુવતીના મોત અંગેનું કોઈ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ઘાટલોડીયા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેરમાં આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જો કે, આ માટે પોલીસ તંત્ર, અન્ય વિભાગ પણ ચિંતિત છે. આપઘાત પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે. પરંતુ સતત વધારો થવો એ ખરાબ પરિબળ ગણાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...