Sunday, September 20, 2026

ખોખરાની સેવન્થ ડે સ્કૂલની આ બેદરકારી આવી સામે, સ્કૂલ અને પ્રિન્સીપાલ સામે નોંધાઈ ફરિયાદ

spot_img
Share

અમદાવાદ : છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદમાં ટોક ઓફ ધ ટાઉન બનેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીના મોતની ઘટનાએ ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશમાં ચકચાર જગાવી છે. આ ઘટના બાદ તમામ માતાપિતાઓમાં તેમના સ્કૂલે જતા બાળકોને લઈને ડર અને ભયનું મોજુ ફેલાઈ ગયુ છે. શાળાએ ગયેલુ બાળક જ્યા સુધી હેમખેમ ઘરે પરત ન ફરે ત્યા સુધી એ દરેક માતાપિતાના જીવ પડીકે બંધાયેલા રહે છે. હત્યાના બે દિવસ બાદ આખરે સ્કૂલ સામે અને પ્રિન્સીપાલ સામે ક્રાઈમ બ્રાંચ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી ની નિર્મમ હત્યાના ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને હત્યાના બે દિવસ બાદ આખરે સ્કૂલ સામે અને પ્રિન્સીપાલ સામે ક્રાઈમ બ્રાંચ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતારનાર આરોપી વિદ્યાર્થીને રિમાન્ડ હોમમાં મોકલી દેવાયો છે. જો કે આરોપી સગીર હોવાથી જુવેનાઈલ એક્ટ મુજબ તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલુ હથિયાર કબજે કર્યુ છે અને સ્કૂલ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓના નિવેદન નોંધ્યા છે. ક્રાઈમ બ્રાંચે ઘટના શાળાના CCTV સહિતના પુરાવા કબજે કર્યા છે.

સ્કૂલના પાર્કિગમાં જ તમામ શાળાના જ માથાભારે વિધર્મી વિદ્યાર્થીએ નયન સંતાણીને પેટમાં ચાકુના ત્રણ થી ચાર ઘા મારીને નિર્મમ હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો એ સમયે શાળાનો તમામ સ્ટાફ શાળામાં હાજર હોવા છતા કોઈ દ્વારા જખ્મી વિદ્યાર્થી ની મદદ કરવામાં આવી ન હતી. વિદ્યાર્થી ઈજાગ્રસ્ત, લોહીલુહાણા હાલતમાં 38 મિનિટ સુધી તરફડિયા મારતો તડપી રહ્યો હતો પરંતુ શાળા દ્વારા ના તો તેમના માતાપિતાને ફોન કરીને જાણ કરવામાં આવી હતી ના તો વિદ્યાર્થીને કોઈ પ્રાથમિક મેડિકલ સારવાર આપવામાં આવી હતી.

શાળા દ્વારા તેના જ વિદ્યાર્થીને તેના હાલ પર મરવા માટે છોડી દેવાયો હતો. સ્કૂલના પાર્કિગમાં જ ઘટના બની હોવા છતા વિદ્યાર્થીને હોસ્પીટલે ખસેડવા માટે શાળાનો એકપણ સ્ટાફ મેમ્બર મદદમાં આવ્યો ન હતો. આક્ષેપ તો એવા પણ છે કે અન્ય એક વિદ્યાર્થીએ ફોન કરવા માટે ફોન માગ્યો હતો તેની પણ મદદ કરવામાં આવી ન હતી. 38 થી 40 મિનિટ જ્યાં સુધી તેના માતા ન પહોંચ્યા ત્યા સુધી તે તડપતો રહ્યો પરંતુ શાળાએ માનવીય મૂલ્યોને સાવ નેવે જ મુકી દીધા હતા. શાળામાં બે થી ત્રણ ફોર વીલ અને બસ ઉપલબ્ધ હોવા છતા વિદ્યાર્થીને હોસ્પિટલ ન લઈ જવાયો.108 એમ્બ્યુલન્સ સુદ્ધા ન બોલાવાઈ.

શાળાની સિક્યોરિટી દ્વારા પણ વિદ્યાર્થીને કોઈ જ મદદ મળી ન હતી. સિક્યોરિટી એ પણ તમામ ઘટના નજર સામે હોવા છતા મૂક પ્રેક્ષક બની રહી હતી હાલ આ તમામ બેદરકારી બદલ શાળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને શાળાના પ્રિન્સીપલ ડૉ. જી.ઇમેન્યુઅલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર ઘટના મામલે વાલીને, પોલીસને અને જિલ્લા શિક્ષણાધિકારીને પણ જાણ કરવામાં વિલંબ કરાયાનું પણ સામે આવ્યુ છે.

છેલ્લા બે દિવસથી આ ઘટનાને લઈને સમગ્ર અમદાવાદમાં રોષનો માહોલ છે. સર્વ સમાજના અગ્રણીઓ, વિદ્યાર્થી યુનિયનો, વેપારી આલમ સહિતના તમામે વર્ગના લોકો આ ઘટનાને વખોડી રહ્યા છે અને શાળા સામે તેમજ આરોપી વિદ્યાર્થીને ફાંસી આપવાની માગ કરી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...