Tuesday, November 24, 2026

મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરમાં સવા લાખ રુદ્રાક્ષનું 20 ફૂટ ઊંચું, 8 ફૂટ પહોળું શિવલિંગ બનાવવામાં આવ્યું

spot_img
Share

અમદાવાદ : શુક્રવારે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિર ખાતે સૌથી મોટું શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે. શિવલિંગની ખાસિયત એ છે કે, 1.25 લાખ રુદ્રાક્ષ નેપાળથી મંગાવી બનાવવામાં આવ્યું છે.અને પ્રત્યેક્ષ રુદ્રાક્ષની કિંમત રૂ.100થી 110ની આસપાસ છે.શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે આ તમામ રુદ્રાક્ષ ભક્તોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે.

પ્રત્યેક રુદ્રાક્ષને અલગ પાડીને ચોંટાડવામાં આવ્યો છે. જેથી જળ અભિષેક થયા પછી પણ રુદ્રાક્ષ છૂટો પડશે નહીં. 1 મહિના સુધી 24 કલાક મહારુદ્ર અભિષેક તેમજ જળ અભિષેક પણ કરવામાં આવશે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે આ તમામ રુદ્રાક્ષ ભક્તોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે. મંદિરે આ ઉપરાંત 21 કુંડી સામૂહિક હવનનું પણ આયોજન કર્યું છે.

હવન માટે રાજ્યભરમાંથી અંદાજે 50થી વધુ બ્રાહ્મણ બોલાવવામાં આવશે. શ્રાવણ માસના એક મહિનામાં મંદિરે રોજના 20 હજારથી વધુ ભક્તો દર્શનનો લાભ લેશે. સોમવાર અને રવિવારે 50 હજારથી વધુ ભક્તો આવવાનો અંદાજ છે. મંદિરમાં 24 કલાક અખંડ ધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંદિરમાં મહાદેવના સમગ્ર પરિવાર બિરાજમાન હોય તેવી પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું, CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને આપ્યો ખાસ સંદેશ, 22 નવેમ્બરે મોટું આયોજન

ગાંધીનગર : દિવાળી અને નવા વર્ષના પર્વ નિમિત્તે ગુજરાત ભાજપ દ્વારા આજે પ્રદેશ કક્ષાના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ...

અંબાજી-આબુ જતા વાહનચાલકો ધ્યાન આપો! PM મોદીની મુલાકાતને પગલે 13-14 નવેમ્બર સુધી આ માર્ગો રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લેશે....

PM મોદી 13 અને 14 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે : લાભ પાંચમે અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરશે

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ...

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...