Sunday, September 20, 2026

બી ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ટુ વ્હીલર ચાલકોને બેફામ ઈમેમા ઈસ્યુ કરવાની ઉઠી ફરિયાદો…!!

spot_img
Share

અમદાવાદ : ટ્રાફિક પોલીસને પણ ન ગાંઠતા અમદાવાદીઓ જ્યારથી ઈ-મેમો સિસ્ટમ શરુ થઈ છે ત્યારથી ટ્રાફિક મેનર શીખી ગયા છે. જાેકે, ટ્રાફિક પોલીસ જે રીતે રોજના હજારો ઈ-મેમો ઈશ્યૂ કરી રહી છે, તેમાં ક્યારેક કરે કોઈક અને ભોગવે કોઈક જેવો ઘાટ પણ સર્જાય છે. એવામાં શહેર બી ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ખોટી રીતે ઈ-મેમા ઈસ્યુ કરવાની ફરિયાદો ઉઠી છે.

એક વાહનચાલકના જણાવ્યા મુજબ, જયાં જયાં સીસીટીવી નથી, એવા સ્થળોએ ટ્રાફિક પોલીસ દ્વારા બેફામ રીતે ઈ-મેમા ઈસ્યુ કરતા હોવાની ફરિયાદ કરી છે, જેમ કે સિગન્લ બંધ હોય તો વાહન ઉભુ હોય ત્યારે ચુપચાપ દુરથી ફોટો પાડીને ગુમ થઈ જાય છે અથવા તો દુરથી ફોટો પાડી દેવામાં આવે છે અને પછી થોડી વારમાં મોબાઈલ પર ઈ-મેમોનો મેસેજ આવી જાય છે, તેઓ જણાવે છે કે મને કોઈ ટ્રાફિક પોલીસે ઉભો રાખ્યો નથી, મારી પાસે કોઈ લાઈસન્સ સહિતના કોઈ ડોક્યુમેન્ટની જાેવા માટે માગણી કરી નથી, તો મારા મોબાઈલ પર હેલ્મેટ નથી પહેર્યુ એવો ઈ-મેમોનો મેસેજ આવી ગયો.તેઓ વધુમાં જણાવે છે કે મારી આસપાસ અનેક લોકો હેલ્મેટ વગરના હતા, છતાં મને ઈ-મેમો કેમ…? આ રીતે ઈ-મેમો આપવો કેટલો યોગ્ય..?

બીજા એક વાહનચાલકના જણાવ્યા મુજબ,૧૩૨ ફુટ રીગ રોડની સમાંતર એવા વ્યાસવાડી ચાર રસ્તાથી કૃષ્ણનગર તરફ જવાના રોડ વનવે જાહેર કરાયો મારી જાણમાં નથી, તેમ છતાં અનેક વાર ટ્રાફિક પોલીસ ચાર રસ્તા પાસે ટોળેટોળા વળીને કૃષ્ણનગરથી વ્યાસવાડી તરફ આવવાના રોડ પર ઉભા થઈને અટકાવે છે, તો કેટલાંકને દુર થી ફોટો પાડીને ઈ-મેમો ઈસ્યુ કરવામાં આવે છે, તેઓના જણાવ્યા મુજબ, ઘરે પહોંચ્યા પછી ખબર પડે છે, ટ્રાફિક પોલીસ અટકાવ્યો નહી, પરંતુ ફોટો પાડીને ઈ-મેમો જનરેટ કરી દીધો છે.

તો બીજી તરફ ૧૩૨ ફુટ રીંગ રોડ એક તરફ કોમર્શિયલ દુકાનો આવેલ છે, વેપારીઓના જણાવ્યા મુજબ, એક લાઈન પાર્ક કરવાની છુટ હોય છે છતાં ઘણી વખત ટ્રાફિક પોલીસ બાઈક પર આવીને ચુપચાપ આવીને ફોટો પાડીને જતા રહે છે, બે પાંચ મિનીટમાં રોડ પર પાર્ક કરેલ અનેક વાહનોના ફોટા પાડીને જતા રહે છે, ટ્રાફિક પોલીસની આવી રીતની કામગીરી યોગ્ય છે ? શું ટાર્ગેટ પુરા કરવા માટે આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે..?
તો બીજી તરફ બી ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા અખબારનગર બીટમાં અનેક કટિંગ (ભ્રષ્ટાચાર) વાળી જગ્યાઓ ઉપર જેવી કે.. અનેક ટુ વ્હીલરનાં શોરૂમો… મોટા મોલ આગળ..અનેક ચાની કીટલીઓ આગળ..અનેક ખાણી પીણીની દુકાનો આગળ કે અનેક પાન પાર્લર.. આગળ છેક રોડ ઉપર સુધી જે વાહનો આખો દિવસ સતત પાર્ક કરવામાં આવે છે ત્યાં ટ્રાફિક પોલીસને નિયમો દેખાતા નથી, શું અહીં નિયમ ભંગ નથી રહ્યો…? શું અહીં ઈ-મેમો જનરેટ થતો નથી..?

બીજી ખાસ મહત્વની બાબત એ કે જવાબદાર ઉચ્ચ અધિકારીઓ દ્વારા અનેક વખત ઓર્ડર આદેશો અને જાહેરનામા બહાર પાડવા છતાં અખબારનગર સર્કલ ઉપર ટ્રાફિક બુથ આગળ ટોળામાં ઉભા રહીને ઇન્ચાર્જની હાજરીમાં ટીઆરબી જવાનો દ્વારા મરજી મુજબ વાહનો રોકીને વાહન ચાલકોને બુથમાં લઈ જઈને શું કામગીરી કરતા હશે એનો જવાબ શું છે..? અને અખબારનગર સર્કલ ઉપર એક એક રસ્તા ગણીએ તો ટોટલ ૧૦ રસ્તા પડે છે ત્યાં ટ્રાફિકની સમસ્યા વધારે હોવાથી ટ્રાફિક નિયમનનું યોગ્ય ધ્યાન આપવામાં પણ આવતું નહી હોવાની ચર્ચા પણ લોકમુખે થઈ રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...