Sunday, September 20, 2026

સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ, રિવરફ્રન્ટ વોક વે પાણી ફરી વળ્યા, તંત્ર એલર્ટ મોડ પર

spot_img
Share

અમદાવાદ : સાબરમતીના પાણી ફરી વોક વે પર ફરી વળ્યા છે. રિવરફ્રન્ટ વોક વે પાણીમાં ગરકાવ થયો છે. ત્યારે ફરી એક વખત સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. નદીમાં પાણી છોડવામાં આવતાં રિવરફ્રન્ટના વોક વે સુધી પાણી ઘૂસ્યા છે. પાણી સાથે સાપ પણ આવી રહ્યા છે. જ્યારે પાણી ઘૂસતા વોક વે લોકો માટે બંધ કરાયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ધરોઈ અને સંત સરોવરમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થયો છે. જેના કારણે અમદાવાદ રિવરફ્રન્ટના વોકવે પર પાણી ફરી વળ્યા હતા. પાણીની આવકના પગલે વાસણા બેરેજના 27 દરવાજા ખોલાયા છે.જેના પગલે સાબરમતી નદી પર વાઈટ સિંગ્નલ લગાવાયું છે.વોકવે પર બંદોબસ્ત ગોઠવી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ દ્વારા સતત અને સઘન પેટ્રોલિંગ રાખી લોકોને સતત એલર્ટ રહેવા તથા દિવાલ ઉપર કે કોઈ અન્ય જગ્યા ઉપરથી સેલ્ફી કે ફોટોગ્રાફી કરી જીવનું જોખમ ન ખેડવા સતત સૂચના આપી રહ્યા છે. રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ દ્વારા માઇક વડે જાહેરાત કરીને સતત જાહેર જનતાને સાબરમતી રિવરફ્રન્ટ નજીક દિવાલ પાસે ન આવવા સૂચના આપવામાં આવી રહી છે.

નદીમાં છોડવામાં આવી રહેલા પાણીના પગલે તમામ સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર છે. જુના વાડજ, પાલડી, ગ્યાસપુર, એલિસબ્રિજ, ધોળકા તાલુકાના 7 ગામો સહિત 28 ગામને એલર્ટ કરાયા છે. દરેક અધિકારીઓને હેડક્વાર્ટરમાં રહેવા સૂચના અપાઈ છે.રિવરફ્રન્ટના વોકવે પર પાણી ભરાયા છે. જેના કારણે વોકવે બંધ કરવામાં આવ્યો છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...