Sunday, April 26, 2026

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ માટે ખુશખબર, 10 શહેરોમાં સ્પર્ધાત્મક પરીક્ષાના મળશે મફત કોચિંગ; જાણો વિગતો

spot_img
Share

અમદાવાદ: ગુજરાતમાં યુપીએસસી, જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. કારણ કે રાજ્યના 10 શહેરોમાં, સાત યુનિવર્સિટીઓ અને ત્રણ સરકારી કોલેજોમાં IAS (ભારતીય વહીવટી સેવા) અભ્યાસ કેન્દ્રોમાં સરકારી ભરતીની પરીક્ષાની તૈયારીનો લાભ મળી રહેશે. કેસીજી દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટેની પ્રવેશ પરીક્ષા માટે અરજી મંગાવવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાત (કેસીજી) અમદાવદ દ્વારા IAS સ્ટડી સેન્ટર દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે વર્ષ ૨૦૨૫-૨૬ માટેની પરીક્ષાની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ માટે 20 વર્ષ પૂર્ણ થયેલ હોય અને સ્નાતકની ડીગ્રી ધરાવનાર વ્યક્તિ અરજી કરી શકશે. આ માટે રાજ્યમાં કુલ 10 કેન્દ્રો ઉપલબ્ધ છે અને દરેક કેન્દ્ર પર 100 જગ્યાઓ છે. તે પૈકી દરેક કેન્દ્ર પર 41 બેઠક જનરલ કેટેગરી માટે, 7 બેઠકો એસસી કેટેગરી માટે, 15 બેઠકો એસટી કેટેગરી માટે, 24 બેઠકો એસઈબીસી કેટેગરી માટે તેમજ 10 બેઠકો ઈડબ્લ્યુએસ કેટેગરી માટે ફાળવવામાં આવી છે.

free-coaching-for-competitive-exams-will-be-available-in-10-cities-2

ઉમેદવારોએ આ માટે https://gtuadm.samarth.edu.in/ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ કેન્દ્રોમાં પ્રવેશ સામાન્ય પ્રવેશ પરીક્ષાના આધારે થશે. દરેક કેન્દ્રમાં 100 બેઠકો હશે, જે રાજ્યભરમાં કુલ 1000 બેઠકો બનાવશે. કોઈ ટ્યુશન ફી લેવામાં આવશે નહીં, જોકે વિદ્યાર્થીઓએ 2500 જમા કરાવવાની રહેશે, જે પરતપાત્ર રહેશે. ઓછામાં ઓછી 75% હાજરી ફરજિયાત રહેશે. પ્રવેશ પરીક્ષા 200 ગુણની સામાન્ય અભ્યાસ પરીક્ષા હશે.
15 સપ્ટેમ્બર સુધી થઇ શકશે અરજી

પ્રાથમિક પરીક્ષા માટેની નોંધણી 15 સપ્ટેમ્બર સુધી ખુલ્લી રહેશે, જેની ફી 300 છે. પાત્રતા માપદંડોમાં ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ અને મહત્તમ ઉંમર 32 વર્ષનો સમાવેશ થાય છે. ઉમેદવાર ગુજરાતની યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવો જોઈએ અથવા રાજ્યનો રહેવાસી હોવો જોઈએ. પરીક્ષાના પરિણામોના આધારે મેરિટ યાદીઓ તૈયાર કરવામાં આવશે. ત્રણ ટકા બેઠકો દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવશે, જ્યારે શ્રેણીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળશે.

સરકાર દ્વારા ફાળવવામાં આવેલા કેન્દ્રો

ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા (સરકારી પોલીટેકનિક ખાતે)
સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
કચ્છ યુનિવર્સિટી, ભુજ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
જૂનાગઢ યુનિવર્સિટી, જૂનાગઢ
ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર
ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદ
એમ.એન. કોલેજ, વિસનગર
સરકારી વાણિજ્ય કોલેજ, ગાંધીનગર

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...