Saturday, July 25, 2026

અમદાવાદના અનેક વિસ્તારોમાં દિવાળીની રાતે હવા ઝેરી બની, એર ક્વોલિટી ઇન્ડેક્સ 544 થયો

spot_img
Share

અમદાવાદ : 20 ઓક્ટોબરના રોજ દિવાળીનો તહેવાર લોકો મનાવી રહ્યા હતા, પરંતુ ફટાકડા ફોડવાના કારણે હવાના પ્રદૂષણમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો. અમદાવાદમાં રાત્રે 2:35 વાગ્યે AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 544 સુધી પહોંચી ગયો હતો. એટલે કે, હવા ખૂબ જ ખરાબ અને લોકો માટે જોખમકારક બની ગઈ હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં દિવાળીની રાત્રે ફટાકડાનાં કારણે હવામાં ખૂબ જ પ્રદૂષણ ફેલાયું અને લોકો બહાર ફટાકડા ફોડતા હોય અને ત્યારે તેમના શ્વાસમાં આ હવા જવાના કારણે તકલીફ પડે તેવી સ્થિતિ શહેરમાં જોવા મળી હતી. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં એર ક્વોલીટી ઇન્ડેક્સ 200થી 300 ઉપર જ જોવા મળ્યો હતો.પરંતુ મોડી રાતે વિવિધ વિસ્તારોમાં એર ક્વોલીટી ઇન્ડેક્સ 300 થી 400 ઉપર જ જોવા મળ્યો હતો. aqi.in વેબસાઈટ મુજબ શહેરના ચાંદખેડા, નારોલ, બોપલ, શીલજ, સાયન્સ સિટી, ઘાટલોડિયા, થલતેજ સહિતના વિસ્તારોમાં આરોગ્ય માટે જોખમકારક હવા બની હતી. અમદાવાદમાં ફટાકડાનાં કારણે હવામાં ખૂબ જ પ્રદૂષણ ફેલાયું હતું જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે એવી સ્થિતિ ઉભી થઈ હતી.

રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી કે, રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, પરંતુ મોડી રાત સુધી ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જેના કારણે હવામાં ખૂબ પ્રદૂષણ ફેલાયું હતું અને એટલી ખરાબ સ્થિતિ શહેરમાં બની ગઈ છે કે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે એટલી હવા પ્રદુષિત થઈ હતી. જો કે અનેક લોકો આ પ્રદુષિત હવાને કારણે માસ્ક સાથે જોવા મળ્યા હતા. નાના બાળકો અને ઉંમરલાયક લોકોને પણ આવી હોવાથી બચવું જોઈએ, પરંતુ અમદાવાદમાં ફટાકડાનું પ્રમાણ એટલું વધારે થયું છે કે હવા ખૂબ પ્રદૂષિત બની ગઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...