Thursday, March 12, 2026

મોડી રાત્રે રિવરફ્રન્ટ પર પોલીસના ડરથી ભાગવા જતાં સગીરનું અકસ્માતમાં મોત, બે કિશોરો ઈજાગ્રસ્ત

spot_img
Share

અમદાવાદ : ગત રાત્રે અમદાવાદ રિવરફ્રન્ટ પર અકસ્માત સર્જાયો હતો. રિવરફ્રન્ટ ઇસ્ટમાં ગઈકાલે રાતે અકસ્માતમાં 15 વર્ષના સગીર ક્રીશ ભીખાભાઈ પરમારનું મોત થયું હતું. મળતા અહેવાલ પ્રમાણે, અન્ય સગીર મયુર સોલંકી અને દીક્ષિત સોલંકી ઈજાગ્રસ્ત થયા છે. પોલીસના બીકથી ભાગતા સમય ઘટના બની હોવાનો આરોપ છે.

મળતા અહેવાલ પ્રમાણે, દિવાળીના તહેવાર હોવાથી અમદાવાદના બહેરામપુરામાં રહેતા દીક્ષિત પરમાર તેના પડોશી મયૂર સોલંકી અને ક્રિશ પરમાર નામના સગીર સાથે એક્સેસ ટુ વ્હીલર પર રિવરફ્રન્ટ ખાતે ફટાકડા ફોડવા ગયો હતો. રાત્રે 12 વાગ્યા બાદ ફટાકડા ફોડતા હોવાથી પોલીસ પણ ત્યાં પહોંચી હતી. પોલીસને જોઈને ત્રણે જણા એક્સેસ ઉપર ત્યાંથી જઈ રહ્યા હતા. રિવરફ્રન્ટ પાર્ક સામે શીતલ એક્વા બિલ્ડીંગ પાસે મોપેડનું બેલેન્સ ગુમાવતાં ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતને કારણે ઇજા પામતા ત્રણેય યુવકોને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં મોપેડ ચાલક ક્રિશ ભીખાભાઇ પરમારનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.જ્યારે બંને ઇજાગ્રસ્તોની હાલ સારવાર ચાલી રહી છે. આ સમગ્ર બનાવ મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રિવરફ્રન્ટ પાર્ક સામે વાહનનું સંતુલન ગુમાવવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં અકસ્માતની ગંભીરતા દેખાય છે. ટ્રાફિક પોલીસે ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે, જેમાં અકસ્માતના કારણો અને જવાબદારી નક્કી કરવા માટે વધુ તપાસ આદરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સ્પીડમાં વાહન ચલાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...