Friday, March 13, 2026

SG હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બંધ આઇસર પાછળ કાર ઘૂસી જતાં 1નું મોત, 2 ઈજાગ્રસ્ત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના SG હાઇવે પર આજે (આઠમી નવેમ્બર) વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. થલતેજ અન્ડરપાસ નજીક હાઇવે પર ઊભેલા એક ટ્રક સાથે પાછળથી આવતી કાર ધડાકાભેર અથડાતાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. એસજી 1 ટ્રાફિક પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, 8 નવેમ્બરે સવારે 5 વાગ્યે એસ. જી. હાઈવે પરના ગુરુદ્વારા પાસેના અંડરબ્રિજમાં એક આઈસર ટ્રક પસાર થતા સમયે બંધ પડી ગઈ હતી. આ દરમિયાન થલતેજથી ઈસ્કોન તરફ કાળા કલરની કિયા સેલ્ટોસ કાર પૂરઝડપે જઈ રહી હતી. કારની સ્પીડ એટલી હતી કે અંડરબ્રિજમાં બંધ પડેલી આઈસર ટ્રક કારચાલકને દેખાઈ નહીં અને પાછળથી ટક્કર મારી દીધી હતી. ધડાકાભેર કાર ટ્રકમાં અથડાવતાં કારચાલક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે તેની સાથે બેઠેલી બે યુવતી પણ ઈજાગ્રસ્ત થઈ હતી.આ અકસ્માત થતાંની સાથે જ આઈસર ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે ઈજાગ્રસ્ત યુવક અને યુવતીઓને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયાં હતાં. ઘટનાની જાણ એસજી 1 ટ્રાફિક પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, કારચાલકનું નામ આર્યન બત્રા છે અને તે આંબલી પાસે આવેલા આર્યન ઓપ્યુલ્સન ફ્લેટમાં રહે છે. અકસ્માતના કારણે આર્યનને શરીર પણ ગંભીર ઈજાઓ પહોચતા તેનું સારવાર દરમિયાન મોત થયુ છે. આર્યનની સાથે તેની બે મહિલા મિત્ર પણ હતી, જેમને શરીર પર ઈજા પહોચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બન્ને યુવતી નવરંગપુરાના પીજી હોસ્ટેલમાં રહે છે. એસજી 1 ટ્રાફિક પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...