Friday, April 24, 2026

અમદાવાદના પશ્વિમ ઝોનમાં શુક્રવારે સાંજે પાણીકાપ, જાણો ક્યાં વિસ્તારોને થશે અસર?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના પશ્ચિમ ઝોનના રહેવાસીઓ માટે અગત્યના સમાચાર છે. 5 ડિસેમ્બર (શુક્રવાર)ના રોજ સાંજના સમયે મોટાભાગના વિસ્તારોમાં પાણીનો પુરવઠો બંધ રહેશે. કોતરપુર વોટર વર્ક્સથી આવતી મુખ્ય પાઈપલાઈનમાં સમારકામના કામને કારણે આ શટડાઉન લેવામાં આવ્યું છે. 6 ડિસેમ્બર શનિવારથી રાબેતા મુજબ પાણી પુવઠાનું વિતરણ કરાશે.

AMCના વોટર વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનના લગભગ તમામ વિસ્તારોમાં શુક્રવારે સાંજે પાણી નહીં મળે. મુખ્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં વાસણા, પાલડી,નવરંગપુરા, આશ્રમરોડ વિસ્તાર,નારણપુરા, ન્યૂ રાણીપ,ચાંદખેડા, સાબરમતી વિસ્તારનો સમાવેશ થાય છે. માત્ર રાણીપ, બલોલનગર, અને નવા વાડજ આ વિસ્તારમાં સાંજે જ પાણીનો પુરવઠો મળી રહેશે.

કોતરપુર વોટર વર્ક્સથી આવતી મુખ્ય પાઈપલાઈનમાં મરામતની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચીમનભાઈ પટેલ ઓવરબ્રિજ નજીક (R.T.O. સર્કલ તરફ) જેલ વિભાગના પરિસરમાં આવેલી 1600 મી.મી. વ્યાસની વેસ્ટર્ન ટ્રન્ક મેઈન્સમાં થયેલું લીકેજ રીપેર કરવું. મોટેરા ચાર રસ્તા પાસે આવેલા આકાશ દર્શન વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનની ફીડર લાઇનને 1300 મીમી વ્યાસની હયાત લાઇન સાથે જોડવાની અને ઇનસાઇડ પ્લેટ કટિંગની કામગીરી હાથ ધરાશે.

સૂત્રોએ ઉમેર્યુ હતુ કે, તા. 6 ડિસેમ્બર (શનિવાર) ના રોજ સવારનો અને સાંજનો પાણી પુરવઠો પાઇપલાઇનમાં પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આપવામાં આવશે. એટલે કે, પાણી સામાન્ય દિવસો જેટલું નહીં પણ મર્યાદિત માત્રામાં મળવાની શક્યતા છે.નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ 5 ડિસેમ્બરના સાંજના પાણીકાપને ધ્યાનમાં રાખીને અગાઉથી જ પાણીનો જરૂરી સંગ્રહ કરી લેવો.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...