Friday, July 24, 2026

અમદાવાદીઓનું ટ્રાફિકમાં ફસાવાનું નક્કી ! સુભાષ બ્રિજ છ દિવસ નહીં પણ છ મહિના રહી શકે છે બંધ, જાણો કારણ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત અને અને જૂના અમદાવાદમાં જવા માટેના પ્રવેશદ્વાર ગણાતા સુભાષબ્રિજ પર તિરાડ અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના બાદ તંત્રમાં દોડધામ મચી છે. સદનસીબે ગંભીરાબ્રિજ જેવી દુર્ઘટના અટકી છે, પરંતુ હવે શું એને લઈ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. હાલમાં સુભાષ બ્રિજના મધ્યભાગમાં તિરાડ પડતાં રિપેરિંગ માટે પાંચ દિવસ બંધ કરવામાં આવ્યો છે.પરંતુ જો ઈન્સ્પેક્શન દરમિયાન બ્રિજમાં ગંભીર ખામી સામે દેખાશે તો બ્રિજને ત્રણ થી છ જેટલા મહિના સુધી બંધ કરવો પડશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના સૌથી વ્યસ્ત એવા સુભાષ બ્રિજના મધ્યભાગમાં તિરાડ પડતાં રિપેરિંગ માટે પાંચ દિવસ બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા શુક્રવારે ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સુભાષ બ્રિજના તમામ સ્પાનની તપાસ કરવા માટે બ્રિજ કન્સલ્ટન્ટ્સને જવાબદારી સોંપવામાં આવી છે. આ બ્રિજના જે સ્પાનમાં તિરાડ પડી છે અને અમુક ભાગ બેસી ગયો છે, તે અંગે ત્રણ જેટલાં બ્રિજ કન્સલ્ટન્ટ્સ અને રાજ્ય સરકારના બિલ્ડિંગ વિભાગ સાથે ચર્ચા-વિચારણા અને બેઠકો યોજાઈ હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સુભાષ બ્રિજના તમામ છ સ્લેબ પર અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી ટેસ્ટ અને કોન્ક્રીટ કોર ટેસ્ટ સહિત પાંચથી વધુ ટેસ્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ટેસ્ટ કોન્ક્રીટમાંથી પસાર થતા અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગોની ગતિ માપીને કોન્ક્રીટની સ્થિતિ નક્કી કરે છે. આ ટેસ્ટનો વિગતવાર રિપોર્ટ આગામી ત્રણ દિવસમાં રજૂ કરવામાં આવશે. આ રિપોર્ટના આધારે બ્રિજના સ્લેબનું સમારકામ કરવું કે નહીં અને કેવી રીતે કરવું તે અંગે નિર્ણય લેવામાં આવશે. સૂ્ત્રોએ ઉમેર્યું કે, સ્પાનનું સમારકામ અથવા અન્ય કામોમાં ઓછામાં ઓછા છ મહિના લાગશે. તેથી, બ્રિજ આગામી છ મહિના સુધી બંધ રહી શકે છે.

સુભાષ બ્રિજ બંધ હોવાના કારણે વૈકલ્પિક માર્ગ પણ જાહેર કરવામાં આવ્યો હતો. વૈકલ્પિક માર્ગની વાત કરવામાં આવે તો, ચાંદખેડા, સાબરમતિ તરફથી આવતા વાહનો ચિમનભાઇ પટેલ બ્રિજ ઉતરી પ્રબોધ રાવળ સર્કલ થઈ રાણીપ ડી-માર્ટ થઈ નવા બનેલા રોડ ઉપર થઇ વાડજ સર્કલથી દધિચી બ્રિજ ઉપર થઈ દિલ્હી દરવાજા,શાહીબાગ, સિવિલ તરફ જઈ શકશે.

જ્યારે સાબરમતી, ચાંદખેડા તરફથી આવતા વાહનો કે જેઓને સિવિલ તરફ જવું હોય તેઓ ભાટ-કોટેશ્વર રોડ થઈ ઇન્દિરાબ્રિજ થઇ એરપોર્ટ રોડ થઈ સિવિલ હોસ્પિટલ તરફ જઇ શકશે. આ ઉપરાંત શાહીબાગ તરફથી જેઓને સુભાષબ્રિજ તરફ જવું છે તે વાહન ચાલકો શાહીબાગ અંડરબ્રિજ સર્કલથી કે શાહીબાગ રેલ્વે બ્રિજ ઉપરથી નમસ્તે સર્કલથી કેન્દ્રીય વિદ્યાલય કટથી દેવજીપુરા થઇ મેલડી માતા સર્કલ થઇ દધિચી બ્રિજ થઇ વાડજ સર્કલ થઇ રાણીપ ડી-માર્ટ તરફ અવર-જવર કરી શકશે.

એએમસીએ સુભાષ બ્રિજનું નિર્માણ 1973 માં કર્યું હતું. આ બ્રિજ 453.7 મીટર લાંબો અને 12.8 મીટર પહોળો છે. ગુરુવારે સાંજે 4.30 વાગ્યાની આસપાસ, જ્યારે એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચાલી રહી હતી, ત્યારે અધિકારીઓને બ્રિજ પર તિરાડ અંગેની ફરિયાદ મળી હતી. તેઓએ બ્રિજની ડાબી બાજુના એક સ્પાનમાં તિરાડ અને સેટલમેન્ટ જોયું હતું. જેના કારણે પરિણામે, ગુરુવારે સાંજે 6 વાગ્યાથી વાહનચાલકો માટે બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...