Friday, April 24, 2026

અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર! AMTS અને BRTSમાં હવે ‘એક જ ટિકિટ’ ચાલશે, સિંગલ ટિકિટ વિન્ડો સિસ્ટમને મંજૂરી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરની પરિવહન વ્યવસ્થાને લઈને એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. હવે અમદાવાદીઓએ AMTS અને BRTSમાં મુસાફરી કરવા માટે અલગ-અલગ ટિકિટ લેવાની પળોજણમાંથી મુક્તિ મળશે. AMCની સ્ટેન્ડિંગ કમિટીએ ‘સિંગલ ટિકિટ વિન્ડો સિસ્ટમ’ને મંજૂરી આપી દીધી છે, જેનાથી લાખો મુસાફરોનો સમય અને શક્તિ બચશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કંપનીને 12 વર્ષ માટે રૂ. 470 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવા અંગેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે AMC એ એક ખાનગી કંપનીને જવાબદારી સોંપી છે.જે નવી પદ્ધતિ સંપૂર્ણપણે અમલમાં આવતા અંદાજે 12 મહિના જેટલો સમય લાગશે. ખાનગી કંપનીને 11 વર્ષ માટે આ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન જાહેર પરિવહનની સેવામાં વધારો થઈ રહ્યો છે જેમાં ખાસ કરીને એએમટીએસ અને બીઆરટીએસમાં રોજના પાંચ લાખથી વધારે મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. લોકો એક જ ટિકિટ લઈને બસમાં મુસાફરી કરી શકે તેના માટે Integrated Transit Management System (ITMS) અને Automatic Fare Collection System (AFCS) પ્રોજેક્ટ શરૂ કર્યા છે. જે અંતર્ગત એક જ ટિકિટ પર AMTS અને BRTS બસમાં લોકો મુસાફરી કરી શકશે.

સ્ટેન્ડિંગ કમિટીના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને સીમલેસ (અડચણ વગરની) મુસાફરી પૂરી પાડવાનો અને શહેરના ટ્રાફિક ભારણને ઘટાડવાનો છે. AMCના આ નિર્ણયથી મેનપાવરમાં ઘટાડો થશે. ઓટોમેટેડ અને ડિજિટલ ટિકિટિંગને કારણે મેનપાવરની જરૂરિયાત ઓછી થશે, જે તંત્ર માટે આર્થિક રીતે ફાયદાકારક રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...