Friday, March 6, 2026

અમદાવાદના આ વિસ્તારમાં રહેણાંકના સ્થાને કોમર્શીયલ ઉપયોગ કરતાં 19 મકાનો GHB કર્યા સીલ, આખેઆખો નવો ફ્લોર તાણી બાંધ્યો

spot_img
Share

અમદાવાદ : ગુજરાત હાઉસીંગ બોર્ડની સ્કીમમાં ગેરકાયદેસર બાંધકામ અત્યાર સુધી બહુ સામાન્ય બાબત ગણાતું હતું, એમાંય અનેક ફ્લેટોમાં હેતુફેર કરીને કરીને લોકોએ શો રૂમોથી માંડીને હોસ્પિટલો તેમ જ રેસ્ટોરન્ટ વગેરે તાણી દીધું છે. ગત મંગળવારે ગુજરાત હાઉસીંગ બોર્ડે અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલ એચ એન્ડ એલ કોલોનીમાં ત્રાટકીને સપાટો બોલાવ્યો હતો અને એક સાથે 19 રહેણાંકમાંથી કોમર્શીયલ બનેલી મિલકતોને સીલ મારી દીધાં હતા.જેના કારણે જ ભારે હોબાળો મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત 23 ડિસેમ્બરના રોજ સવારે 10-30 વાગ્યે ગુજરાત હાઉસીંગ બોર્ડના જાગીર વ્યવસ્થાપક એમ.એમ. રોહિતની ટીમ દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ શહેરના આંબાવાડી સ્થિત એચ એન્ડ એલ કોલોનીમાં દરોડા પાડયાં હતા.એકસાથે 19 રહેણાંકમાંથી કોમર્શીયલ બનેલી મિલકતોને સીલ મારી દીધાં હતા.હજુ 11 મિલકતો સામેની કાર્યવાહી હવે પછી કરવામાં આવશે તેવું સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થવા પામી છે. ફીઝીયોથેરાપી સહિત પી.જી. તેમ જ શૂઝ વેરહાઉસ ઉપરાંત ફાસ્ટ ફૂડ તેમ જ પાન પાર્લર વગેરનો સમાવેશ થાય છે. સવારથી 10-30 વાગ્યાથી રાત્રિના 8-30 વાગ્યા સુધી કામગીરી ચાલી હતી. આ કામગીરી દરમિયાન કેટલાંકે ઇમ્પેક્ટ ફી ભરી દીધી હોવાના અથવા તો હાઇકોર્ટમાંથી સ્ટે મેળવ્યો હોવાથી કામગીરી કરી શકયા ન હતા.

આ કોલોનીઓમાં ગ્રાઉન્ડ પ્લસ 1 માળના ફલેટમાં કોઇએ આખો બીજો ફલોર ઊભો કરી દીધો હતો. ત્યાં સુધી એક વ્યક્તિએ તો આજુબાજુના બ્લોકમાં અવરજવર કરવા માટે વચ્ચે બ્રીજ બનાવી દીધો હતો. આ ઉપરાંત આ કોલોનીમાં બે રૂમ રસોડાં વાળા ફલેટમાં પેઇંગ ગેસ્ટ (પી.જી.) ઊભાં કરવામાં આવ્યા હોવાના જોવા મળ્યાં હતાં. જેમાં એક ફલેટમાં તો 90 જણાં તો બીજામાં 50ની સંખ્યા રહેતી હોવાનું જોવા મળ્યું હતું. તો એક ફલેટની દિવાલો તોડી નાંખીને સ્ટીલની ગર્ડર ફીટ કરીને મ્યુઝીક એકેડેમી ઊભી કરી દેવામાં આવી હતી. જો કે તેને સીલ મારી દેવામાં આવ્યું હોવાનું હાઉસિંગ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું.

ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા કેમ કરવામાં આવી કાર્યવાહી ?

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં આંબાવાડી વિસ્તારમાં આવેલ એચ એન્ડ એલ કોલોની રહીશોના એસોસીએશન દ્રારા ગુજરાતના મુખ્યમંત્રીથી માંડીને વિવિધ વિભાગોને સમક્ષ કરી હતી. જો કે આ અંગે ગુજરાત માનવ અધિકાર આયોગે સુઓમોટો દાખલ કરીને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. જેના પગલે ગુજરાત હાઉસીંગ બોર્ડે 30થી વધુ લોકોને 25 જુલાઇના રોજ નોટિસ આપી હતી. ત્યારબાદ ફરીવાર 8 નવેમ્બર, 2025ના રોજ નોટીસ આપીને સાત દિવસમાં રહેણાંકનો કોમર્શીયલ ઉપયોગ બંધ કરવા માટે સૂચના આપી હતી. નહીં તો મકાનોને સીલ મારવામાં આવશે તેવી ચીમકી આપી હતી.

સીલ મરાયેલાં 19 ફલેટોમાં શું ચાલતું હતું

આકાશ પેથોલોજી
જોલી પી.જી.
નવકાર પી.જી.
એસ.પી. ટ્રેડર્સ
વેરહાઉસ શૂઝ
કભી ભી કેક શોપ
ધ પીંક વીન્ડો
ડિલાઇટ ફૂડ
દત્ત રિફ્રેશમેન્ટ એન્ડ પાન પાર્લર
રેઝ મેટ્રિક ડોટ કોમ
એલોબ હોમ કેર એન્ડ ફીઝીયોથેરાપી
પી.જી.
ડીટીબીસી કુરિયર
મહાવીર જૈન ગૃહ ઉદ્યોગ
ડિમ્પલ એન્ટરપ્રાઇઝ
ગ્લીમીક્સ ગેરેજ અને રુદ્રાશ
ભોલે પાન પાર્લર
સર્વા હિતા આર્યુવેદિક
પી.જી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...