Thursday, March 5, 2026

31 ડિસેમ્બરને લઈને અમદાવાદ પોલીસનો એકશન પ્લાન, 14 ચેકપોસ્ટ, 71 શી ટીમ, 123 PCR

spot_img
Share

અમદાવાદ : 31મી ડિસેમ્બરની ઉજવણી અને નવા વર્ષને વધાવવા માટે અમદાવાદના શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શહેરના એસ.જી.રોડ, સી.જી. રોડ, સિંધુ ભવન રોડ જેવા પ્રાઈમ લોકેશન તથા પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ, ક્લબ જેવા સ્થળોએ યુવાનો એકત્રિત થઈ નવા વર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે.નવા વર્ષની ઉજવણીમાં નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

શહેરમાં આવતીકાલ 31મી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે, અમદાવાદ શહેર પોલીસના કુલ 9040 જેટલા અધિકારી અને કર્મચારીઓ ખડેપગે રહેવાના છે. જેમાં ડી.સી.પી., એ.સી.પી., પી.આઈ.. પી.એસ.આઈ. કક્ષાના અધિકારી મોડી રાત સુધી રસ્તા પર રહીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની વિવિધ કામગીરીઓ સંભાળશે તેમજ દેખરેખ રાખશે. આ ઉજવણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ અને કટિબદ્ધ છે.

ખાસ કરીને 71 જેટલી ‘She Team’પણ મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા મેદાનમાં ઊતરશે. શહેરમાં કુલ 63 નાકાબંધી પોઇન્ટ તથા 14 જેટલી ચેકપોસ્ટ ઊભી કરીને ડ્રગ્સ તથા અન્ય નશાકારક દ્રવ્યોની હેરાફેરી પર બાજનજર રખાશે.આ ઉપરાંત QRTની 9 ટીમ, BDDSની 4 ટીમ, 123 જેટલી જનરક્ષક/PCR વાન, 39 સ્પીડ ગન કેમેરા, 2560 બોડીવાર્ન કેમેરા થકી પણ કાયદો વ્યસ્થા જળવાઈ તેનું મોનિટરીંગ કરવામાં આવશે. આ ઉપરાંત 443 જેટલા બ્રેથ એનાલાઈઝર અને સી.સી.ટી.વી સર્વેલન્સ માટે 4000થી વધુ કેમેરાનો ઉપયોગ કરાશે.

31 ડિસેમ્બરને લઈ શહેર પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. શહેરમાં અનેક સ્થળ પર ન્યૂયર પાર્ટી યોજાશે. અત્યાર સુધી શહેર પોલીસને મંજૂરી માટે 11 અરજી મળી છે. એક પણ આયોજકોને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. આવતીકાલ સુધી પોલીસ મંજૂરી આપી શકે છે. તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનના અભિપ્રાય બાદ મંજૂરી મળશે.

31stની લઈને હાલ લોકો ઉજવણીની તૈયાર કરી રહ્યા છે ત્યારે એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન શહેરમાં વધતી ભીડ અને જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ખાસ ટ્રાફિક ડાયવર્ઝન અને નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા છે. 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી દરમિયાન શહેરના કેટલાક મુખ્ય રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ રહેશે તેમજ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા લોકોને સૂચના આપવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...