Friday, September 18, 2026

અમદાવાદમાં વૈષ્ણોદેવી બ્રિજ પર ભયાનક અકસ્માત, ST બસ–ફોર્ચ્યુનર વચ્ચે ટક્કર, યુવકનું મોત અને યુવતી ગંભીર

spot_img
Share

અમદાવાદ : રવિવારની વહેલી સવારે વૈષ્ણોદેવી બ્રિજ પર એક અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરઝડપે આવી રહેલી કાર એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે કારમાં સવાર યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય એક યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે રવિવાર 18 જાન્યુઆરીના વહેલી સવારે સરખેજથી એક ફોર્ચ્યુનર કાર ગાંધીનગર તરફ પૂર ઝડપે જઈ રહી હતી. કારના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા વૈષ્ણોદેવી બ્રિજના છેડે કાર પૂર ઝડપે સામેના રોડે હિંમતનગરથી રાજકોટ તરફ જઈ રહેલી એસટી બસ સાથે અથડાઈ હતી. ફોર્ચ્યુનર કારની ટક્કર એટલી જોરદાર હતી કે એસટી બસની પણ દિશા બદલાઈ ગઈ હતી. એસટી બસ ડિવાઇડર પર ચઢીને ગઈ હતી. આ સમગ્ર અકસ્માત દરમિયાન ફોર્ચ્યુનર કારની પાછળ આવી રહેલી બ્રેઝા કાર પણ પૂર ઝડપે અથડાઈ હતી, જેના કારણે ફોર્ચ્યુંનર અને બ્રેઝા કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો.

વૈષ્ણોદેવી બ્રિજ પર આજે સવારે થયેલા અકસ્માતને લીધે અડધો રસ્તો બંધ થઈ ગયો હતો જેના લીધે લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. આ અકસ્માતમાં ફોર્ચ્યુનર કારમાં સવાર યુવકનું મોત થયું છે જ્યારે અન્ય યુવતીને ગંભીર ઇજા પહોંચી છે અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ છે. આ અકસ્માતમાં અન્ય બે લોકોને પણ ઇજા થતાં સારવાર માટે લઈ જવાયા છે.

આ ભયાનક અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. જેમાં જોઈ શકાય છે કે, સરખેજથી એક ફોર્ચ્યુનર કાર સ્પીડમાં ગાંધીનગર તરફ જઈ રહી છે. આ વચ્ચે ફોર્ચ્યુંનર કારના ચાલકે એક સફેદ કલરની કારને ઓવરટેક કરવા જતાં કાર ડિવાઈડરમાં અથડાઈને નીચેના રોડ પર ઉતરી જાય છે અને સામેથી આવતી એસટી બસમાં ટક્કરાઈ છે.

જો કે આ ઘટનાની જાણ થતાં ગાંધીનગર પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસ દ્વારા ટ્રાફિક ઓછો કરાવી અકસ્માત અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે જરૂરી કાર્યવાહી બાદ ક્રેન દ્વારા ફોર્ચ્યુનર કારને ક્રેનની મદદથી હટાવી ટ્રાફિક દૂર કરવામાં આવ્યા હતો.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...