Friday, September 18, 2026

અમદાવાદની આ સ્કૂલમાં ગંભીર બેદરકારી, વિદ્યાર્થીની પાણીની બોટલમાં કેમિકલ ભેળવાયું, પીધા બાદ બાળક બેભાન

spot_img
Share

અમદાવાદ : શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી દૂર્ગા સ્કૂલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોરણ 6 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ તેના જ મિત્રની પાણીની બોટલમાં કેમિકલયુક્ત ગોળીઓ નાખી દેતા ખળભળાટ મચી ગયો છે. કેમિકલવાળું પાણી પીતા જ વિદ્યાર્થીની તબિયત લથડી હતી, જેને પગલે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મણિનગર વિસ્તારમાં આવેલી દૂર્ગા સ્કૂલમાં રિસેસના સમયે એક વિદ્યાર્થીએ તેના મિત્રની બોટલમાં કેમિકલની ગોળીઓ ભેળવી દીધી હતી. જ્યારે બીજો વિદ્યાર્થી પાણી પીવા ગયો ત્યારે તેને વિચિત્ર ગંધ આવી હતી. તેણે અન્ય મિત્રોને પણ પાણી સૂંઘાડ્યું હતું, પરંતુ થોડું પાણી પી લેતા તેની તબિયત બગડી હતી અને તે બેભાન જેવી સ્થિતિમાં આવી ગયો હતો.

ઘટનાની ગંભીરતા જોતા વિદ્યાર્થીને તરત જ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરો દ્વારા તપાસ બાદ વિદ્યાર્થીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું. વિદ્યાર્થીને સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યો હતો. જ્યારે ગોળી નાખનાર વિધાર્થીને આગામી દિવસોમાં શાળાએ હાજર ન રહેવા સૂચના આપવામાં આવી છે.

ગોળીઓ નાખનાર વિદ્યાર્થીને હાલ શાળામાંથી રજા પર ઉતારી દેવામાં આવ્યો છે.બંને વિદ્યાર્થીઓ અગાઉ દીવાન બલ્લુભાઈ સ્કૂલમાં સાથે હતા. તેમની વચ્ચે કોઈ મોટો ઝઘડો હોવાનું હાલ બહાર આવ્યું નથી. આ ઘટના બાદ શાળાએ વિદ્યાર્થીઓના બેગ ચેક કરવાનું શરૂ કર્યું છે. જો કોઈ બાળકને દવા લેવાની હોય તો વાલીઓએ હાજર રહેવું પડશે તેવી કડક સૂચના અપાઈ છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...