Sunday, November 22, 2026

અમદાવાદની આ સ્કૂલમાં ગંભીર બેદરકારી, વિદ્યાર્થીની પાણીની બોટલમાં કેમિકલ ભેળવાયું, પીધા બાદ બાળક બેભાન

spot_img
Share

અમદાવાદ : શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી દૂર્ગા સ્કૂલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોરણ 6 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ તેના જ મિત્રની પાણીની બોટલમાં કેમિકલયુક્ત ગોળીઓ નાખી દેતા ખળભળાટ મચી ગયો છે. કેમિકલવાળું પાણી પીતા જ વિદ્યાર્થીની તબિયત લથડી હતી, જેને પગલે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મણિનગર વિસ્તારમાં આવેલી દૂર્ગા સ્કૂલમાં રિસેસના સમયે એક વિદ્યાર્થીએ તેના મિત્રની બોટલમાં કેમિકલની ગોળીઓ ભેળવી દીધી હતી. જ્યારે બીજો વિદ્યાર્થી પાણી પીવા ગયો ત્યારે તેને વિચિત્ર ગંધ આવી હતી. તેણે અન્ય મિત્રોને પણ પાણી સૂંઘાડ્યું હતું, પરંતુ થોડું પાણી પી લેતા તેની તબિયત બગડી હતી અને તે બેભાન જેવી સ્થિતિમાં આવી ગયો હતો.

ઘટનાની ગંભીરતા જોતા વિદ્યાર્થીને તરત જ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરો દ્વારા તપાસ બાદ વિદ્યાર્થીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું. વિદ્યાર્થીને સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યો હતો. જ્યારે ગોળી નાખનાર વિધાર્થીને આગામી દિવસોમાં શાળાએ હાજર ન રહેવા સૂચના આપવામાં આવી છે.

ગોળીઓ નાખનાર વિદ્યાર્થીને હાલ શાળામાંથી રજા પર ઉતારી દેવામાં આવ્યો છે.બંને વિદ્યાર્થીઓ અગાઉ દીવાન બલ્લુભાઈ સ્કૂલમાં સાથે હતા. તેમની વચ્ચે કોઈ મોટો ઝઘડો હોવાનું હાલ બહાર આવ્યું નથી. આ ઘટના બાદ શાળાએ વિદ્યાર્થીઓના બેગ ચેક કરવાનું શરૂ કર્યું છે. જો કોઈ બાળકને દવા લેવાની હોય તો વાલીઓએ હાજર રહેવું પડશે તેવી કડક સૂચના અપાઈ છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું, CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને આપ્યો ખાસ સંદેશ, 22 નવેમ્બરે મોટું આયોજન

ગાંધીનગર : દિવાળી અને નવા વર્ષના પર્વ નિમિત્તે ગુજરાત ભાજપ દ્વારા આજે પ્રદેશ કક્ષાના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ...

અંબાજી-આબુ જતા વાહનચાલકો ધ્યાન આપો! PM મોદીની મુલાકાતને પગલે 13-14 નવેમ્બર સુધી આ માર્ગો રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લેશે....

PM મોદી 13 અને 14 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે : લાભ પાંચમે અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરશે

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ...

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...