Friday, February 6, 2026

એસ.જી. હાઈવેની થશે કાયાપલટ બનશે આઇકોનિક રોડ, 30 કિમી તબક્કાવાર કામગીરી થશે, કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીઓ શરૂ

spot_img
Share

અમદાવાદ : આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદ મહાનગરમાં યોજાવવા માટે જઈ રહી છે ત્યારે અમદાવાદની ઓળખ સમાન એસ.જી હાઈવેને આઈકોનિક રોડ બનાવવામાં આવશે.એસ જી હાઈવેની આજુબાજુના સર્વિસ રોડ પર ટ્રી પ્લાન્ટેશન અને વોક વે સહિતની સુવિધા સાથે બ્યુટિફિકેશન કરવાનું છે. જેમાં પ્રથમ તબક્કામાં ઈસ્કોનથી પકવાન સુધીનો રોડ ડેવલોપ કરવામાં આવ્યો છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના જણાવ્યા મુજબ, ‘પહેલા સનાથલ સર્કલથી શરૂ કરી ગાંધીનગરના જી-7 સર્કલ સુધીનો રોડ ડેવલોપ કરવા માટેનો લગભગ 30 કિમીનો રોડ છે, જેને એરપોર્ટથી ઈન્દિરાબ્રિજ જે રીતે આઈકોનિક રોડ બનાવવામાં આવ્યો એવી જ રીતે સનાથલથી ગાંધીનગર સુધીનો એસ.જી હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા, ગુડા, ગાંધીનગર મહાનગરપાલિકાએ માટે આજના તાકીદના કામની અંદર યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા ડેવલોપ કરવામાં આવશે અને કન્સલટન્સીનો તમામ ખર્ચ યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. પરિણામે આવનારા સમયગાળા દરમિયાન લેન્ડસ્કેપિંગ તદઉપરાંત વાત કરીએ તો ગઝીબો, ઈસ્કોનથી પકવાન સુધીનો રોડ ડેવલોપ કરવામાં આવ્યો એવો નવતર 30 કિમીનો રોડ એસ.જી હાઈવે બ્યુટિફિકેશન સાથે તૈયાર થશે.’

અમદાવાદ-ગાંધીનગર વચ્ચેના વિકાસ માટે નવી કંપનીની રચના અમદાવાદના સનાથલ સર્કલથી ગાંધીનગરના ‘જ’ સર્કલ સુધીના એસ.જી. હાઈવેના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રિંગ રોડ અને અન્ય મેજર પ્રોજેક્ટ્સના સંકલન માટે ‘ગુજરાત અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની લિમિટેડ’ (GUIDCL) ની સ્થાપના કરવામાં આવી છે. આ કંપની હાઈવેની આસપાસના શહેરી વિકાસ અને આધુનિક માળખાગત સુવિધાઓ પર દેખરેખ રાખશે.

નિષ્ણાતોની ટીમ અને ‘નો કોસ્ટ બેઝિસ’ પર કામગીરી હાઈવેના સુંદરતા અને ડિઝાઈનિંગ માટે યુ.એન.એમ. ફાઉન્ડેશનની નિમણૂક કરવામાં આવી છે. આ ફાઉન્ડેશન આર્કિટેક્ટ, લેન્ડસ્કેપિંગ, અને લાઈટિંગ જેવા વિવિધ નિષ્ણાત કન્સલ્ટન્ટ્સની સેવાઓ ‘નો કોસ્ટ બેઝિસ’ પર પૂરી પાડશે, એટલે કે આ માટે કોઈ પણ કન્સલ્ટન્સી ફી ચૂકવવાની રહેશે નહીં. પ્રાથમિક સર્વેની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે અને હવે આધુનિક ગાર્ડનિંગ અને બ્યુટીફિકેશન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...