Tuesday, April 14, 2026

ક્રિકેટ રસિકો માટે ખુશખબર: T20 વર્લ્ડ કપ મેચોને પગલે અમદાવાદ મેટ્રોની સેવા લંબાવાઈ, જાણો સંપૂર્ણ ટાઈમ ટેબલ

spot_img
Share

અમદાવાદ : આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ડે અને નાઈટ ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો ટ્રેન સેવાઓના સમયમાં વિશેષ ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનાર મેચના દિવસોમાં દર્શકોને સુવિધાજનક અને સરળ મુસાફરી મળી રહે તે માટે મેટ્રો સેવાઓ મધ્યરાત્રિ સુધી વિસ્તૃત રાખવામાં આવશે. જેથી મધ્યરાત્રિ મેચ પૂરી થયા બાદ પ્રેક્ષકો સરળતાથી ઘરે પહોંચી શકે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની મેચોના દિવસે મેટ્રો સેવાઓ લંબાવવામાં આવી છે. ખાસ કરીને 9, 11, 14, 18, 22, 26 ફેબ્રુઆરી અને 08/03/2026 (ફાઈનલ મેચ) ના રોજ મેટ્રો ટ્રેન મધરાત્રિના 12:30 વાગ્યા સુધી કાર્યરત રહેશે. સામાન્ય દિવસોમાં મેટ્રો રાત્રે 10 વાગ્યે બંધ થઈ જતી હોય છે, પરંતુ મેચના દિવસોએ આ ખાસ સુવિધા ઉપલબ્ધ રહેશે. અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓ હાલમાં સવારે 06:20 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી કાર્યરત છે તેમજ ગાંધીનગર કોરિડોરમાં મોટેરા સ્ટેડિયમ અને મહાત્મા મંદિર વચ્ચે મેટ્રો સેવાઓ સવારે 07:30 વાગ્યાથી રાત્રિના 07:40 વાગ્યા સુધી કાર્યરત છે.

T 20 વર્લ્ડકપની મેચને લઈને મેટ્રોના સમયમાં ફેરફાર 
  • અમદાવાદમાં મેચના દિવસે રાત્રિના 12:30 વાગ્યા સુધી મળશે મેટ્રો
  • મોટેરા સ્ટેડિયમથી APMC સુધી રાત્રિના 10 થી 12:30 સુધી મળશે મેટ્રો
  • ઓલ્ડ હાઇકોર્ટની વસ્ત્રાલ ગામ સુધી રાત્રિના 10 થી 12:50 સુધી મળશે મેટ્રો
  • ઓલ્ડ હાઇકોર્ટથી થલતેજ સુધી રાત્રીના 10 થી 12:50 સુધી મળશે મેટ્રો
  • મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી મધ્યરાત્રિના 11:40 થી 12:10 સુધી મળશે
  • મેચના દિવસે પણ મેટ્રો દ્વારા સ્પેશિયલ ટિકિટ બહાર પાડશે
  • એક વ્યક્તિ 50 રૂપિયાની ટિકિટ પર સ્પેશિયલ ટિકિટ મળશે
  • 9,11,14,18,22, 26 ફેબ્રુઆરીના રોજ નમો સ્ટેડિયમમાં રમાશે મેચ

રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધીના લંબાવેલ સમય દરમિયાન મુસાફરો માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન તથા સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકશે અને ત્યાંથી અમદાવાદ મેટ્રોના બંને કોરિડોર (મોટેરા સ્ટેડિયમથી એપીએમસી તથા વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ) પરના કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરી શકશે. ગાંધીનગર જવા માટે, મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી રાત્રે બે વધારાની મેટ્રો ટ્રેન મધ્યરાત્રિના 11:40 કલાકે અને મધ્યરાત્રિના 12:10 કલાકે ઉપડશે.

સ્પેશ્યલ પેપર ટિકિટ જાહેર
આ ઉપરાંત, જીએમઆરસીએ મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ના પડે તે માટે T-20 મેચ ના દિવસ માટે જ મોટેરા સ્ટેડિયમથી રાત્રે પરત ફરવા, સ્પેશ્યલ પેપર ટિકિટ જાહેર કરી છે. આ ટિકિટનો દર પ્રતિ વ્યક્તિ 50 રૂપિયા રાખવામાં આવ્યો છે. આ ટિકિટ દ્વારા મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ અને ગાંધીનગરના નિર્ધારિત સ્ટેશનો સુધી વિસ્તૃત સમય દરમિયાન મુસાફરી કરી શકાશે. રાત્રે 10:00 વાગ્યા સુધી સામાન્ય સ્માર્ટ કાર્ડ, ટોકન અને QR ટિકિટ માન્ય રહેશે.પરંતુ 10:00 વાગ્યા પછી માત્ર સ્પેશ્યલ પેપર ટિકિટથી જ મેટ્રોમાં પ્રવેશ આપવામાં આવશે. મુસાફરો સુવિધા માટે આ સ્પેશ્યલ પેપર ટિકિટ મેચના દિવસે અગાઉથી પસંદગીના મેટ્રો સ્ટેશનો પરથી ખરીદી શકશે, જેથી પરત ફરતી વખતે લાંબી લાઇનમાં ઊભા રહેવું ન પડે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...