Tuesday, October 13, 2026

અમદાવાદમાં હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની રફ્તાર ધીમી પડી…!?

spot_img
Share

અમદાવાદ : ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB)ની જર્જરિત વસાહતોને નવો ઓપ આપવા માટે ‘પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ‘ (PPP) મોડેલ હેઠળ શરૂ કરવામાં આવેલી રીડેવલપમેન્ટ યોજના હાલમાં અધિકારીઓની ઉદાસીનતા, ભ્રષ્ટાચાર અને નિયમોની આંટીઘૂંટીમાં ફસાઈ ગઈ છે. હાલમાં ૫૦થી વધુ સોસાયટીઓમાં રીડેવલપમેન્ટ પ્રક્રિયા ચાલુ હોવા છતાં, છેલ્લા કેટલાય મહિનાઓથી કામગીરીમાં આવેલી મંદી અને જટિલતાને કારણે છેલ્લાં કેટલાક સમયથી રીડેવલપમેન્ટની રફ્તાર ધીમી પડી હોય તેવું જાણકારો માની રહ્યા છે.

અધિકારીઓની ‘આપખુદશાહી‘ અને ટેન્ડર પ્રક્રિયામાં ‘રમત‘ રહીશોનો સીધો આક્ષેપ છે કે હાઉસિંગ બોર્ડના અધિકારીઓ રીડેવલપમેન્ટ જેવી સંવેદનશીલ બાબતમાં આપખુદશાહી ચલાવી રહ્યા છે. દરેક સોસાયટીના ટેન્ડર વખતે નિયમો બદલી નાખવામાં આવે છે, જેના કારણે પ્રક્રિયામાં એકસૂત્રતા જળવાતી નથી. આક્ષેપો એવા પણ થઈ રહ્યા છે કે અધિકારીઓ પોતાના માનીતા મળતિયાઓને (ડેવલપર્સને) ફાયદો થાય તેવા જ ટેન્ડર બનાવે છે, જેના કારણે તંદુરસ્ત સ્પર્ધા થતી નથી અને યોગ્ય ડેવલપર મળતા નથી. બોર્ડ માત્ર ટેન્ડર બહાર પાડીને હાથ ખંખેરી લે છે, અને બાકીનું તમામ કામ ડેવલપર અને સોસાયટીના માથે ઢોળી દેવામાં આવે છે.

140 % ફાયદો માત્ર કાગળ પર? કાર્પેટ એરિયા અને મેન્ટેનન્સનો ડર પોલિસી મુજબ મૂળ મકાન કરતા 140 % વધુ બાંધકામ મળતું હોવા છતાં, વાસ્તવિકતા અલગ હોવાની ફરિયાદ ઉઠી છે. જૂના મકાનોનો સુપર બિલ્ટ-અપ એરિયા અને નવા RERA મુજબના કાર્પેટ એરિયામાં તફાવત હોવાથી લોકોને મળતું નવું મકાન નાનું હોવાનો અહેસાસ થાય છે. વળી, નવા હાઈ-રાઈઝ બિલ્ડિંગમાં લિફ્ટ અને ફાયર સેફ્ટી જેવી સુવિધાઓને કારણે મેન્ટેનન્સ ખર્ચ એટલો વધી જાય છે કે જે LIG અને MIG કેટેગરીના સામાન્ય રહીશોને પરવડતો નથી.

સંમતિનો પેચ અને કોર્ટ કેસનું ગ્રહણ રીડેવલપમેન્ટ માટે 75% સભ્યોની સંમતિનો નિયમ હોવા છતાં, બિલ્ડરો 100% ખાલી કબજાનો આગ્રહ રાખે છે, જેને કારણે પ્રોજેક્ટ્સ વિલંબિત થાય છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો પોતાનું વર્ષો જૂનું ઘર છોડવા તૈયાર હોતા નથી. જે 25% અસંતુષ્ટ સભ્યો છે તેઓ કોર્ટના દ્વારે પહોંચે છે. હાલમાં 30થી વધુ સોસાયટીઓના કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે. જાેકે, મોટાભાગના ચુકાદા બોર્ડની તરફેણમાં આવ્યા છે, પરંતુ આ કાનૂની લડાઈમાં પ્રોજેક્ટ વર્ષો સુધી અટકી જાય છે.

ઈવિકશનમાં આળસ અને સમયમર્યાદાનો ભંગ નિયમ મુજબ ઈવિકશન (મકાન ખાલી કરાવવાની) પ્રક્રિયા 60 દિવસમાં અને અપીલ પણ ચોક્કસ દિવસોમાં પૂર્ણ થવી જાેઈએ. પરંતુ બોર્ડના અધિકારીઓની આળસ અને સંકલનના અભાવે આ પ્રક્રિયા મહિનાઓ સુધી ચાલે છે. બોર્ડના અલગ-અલગ વિભાગો વચ્ચે સંકલન ન હોવાથી ઈમ્પ્લીમેન્ટેશન અત્યંત ધીમું છે.

નવો આર્થિક બોજ: સ્ટેમ્પ ડ્યુટીનો વિરોધ પડ્યા પર પાટા જેવી સ્થિતિ ત્યારે સર્જાઈ જ્યારે હાઉસિંગ બોર્ડે નવો નિયમ લાગુ કર્યો. રીડેવલપમેન્ટમાં મળતા વધારાના 40 % બાંધકામ પર હવે સભાસદોએ નવી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે. આ નિયમનો સભાસદો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે આર્થિક રીતે નબળા વર્ગ માટે આ વધારાનો ખર્ચ અસહ્ય છે.

ભાડું, વિલંબ અને માનસિક ત્રાસ ટેન્ડરની શરતો મુજબ પ્રોજેક્ટ 2-3 વર્ષમાં પૂરો થવો જાેઈએ, પરંતુ વર્તમાનમાં અનેક દાખલાઓ છે જેમાં 5-7 વર્ષનો સમય લાગી રહ્યો છે. આ દરમિયાન બિલ્ડર દ્વારા અપાતું ભાડું અનિયમિત થવું અને પોતાના ઘરનું સ્વપ્ન ધૂંધળું થવું, તે સભ્યો માટે પારાવાર માનસિક ત્રાસ સમાન બન્યું છે.

લોકોની માંગ શું છે? હાઉસિંગ બોર્ડની વસાહતોના રહીશો માંગ કરી રહ્યા છે કે ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતા અને એકસૂત્રતા લાવવામાં આવે. પ્રક્રિયા સરળ બને, અધિકારીઓની જવાબદારી નક્કી થાય અને કોર્ટ કેસોનો ઝડપી નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તો જ ‘રીડેવલપમેન્ટ‘ સાચા અર્થમાં સફળ થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...