અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (ઝોન-1) દ્વારા આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા ૪ વર્ષથી પોલીસને થાપ આપી રહેલા એક રીઢા આરોપીને એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.
રિપોર્ટ મુજબ, LCB ઝોન-1 ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.કે. ચાવડાની સૂચનાથી ટીમ દ્વારા તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર આરોપી વિવેક ઉર્ફે બંટિ તુલસીરામ શર્મા (દીક્ષિત), ઉંમર 32 વર્ષ, રહેવાસી ગામ ગિરવાસા, તાલુકો લહાર, જીલ્લો ભિંડ, મધ્યપ્રદેશને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અગાઉ મધ્યપ્રદેશના અસવાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી અને ફાયરિંગના ગુનાઓમાં પણ સંડોવાયેલો રહ્યો છે.આરોપી સામે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ 25(1-એ) હેઠળ ગુનો નોંધાયેલો છે. આરોપીને આગળની કાર્યવાહી માટે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.


