Thursday, September 17, 2026

ઓપરેશન મિલાપ: વસ્ત્રાપુર પોલીસે ગણતરીના કલાકોમાં ગુમ થયેલી યુવતીને શોધી પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ સહીત સમગ્ર ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની ટીમે સરાહનીય કામગીરી કરીને એક ગુમ થયેલી યુવતીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે.

રિપોર્ટ મુજબ, વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી પ્રીતિકુમારી નામની યુવતીને તેના ભાઈએ કામ બાબતે ઠપકો આપતા તેણી કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. પરિવારજનોએ આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી.વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી. એમ. ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોર્ડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. બી. ગઢવીની ટીમ તથા ‘શી ટીમ’ (She Team) દ્વારા વસ્ત્રાપુર તેમજ આજુબાજુના વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસ કરતા પોલીસની ટીમને સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી ગુમ થયેલા પ્રીતિબેન મળી આવ્યા હતા.

સાબરમતી રેલવે સ્ટેશનથી પ્રીતિબેનને હેમખેમ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે તેમના બંને ભાઈ અને ભાભીને પોલીસ સ્ટેશન બોલાવીને યુવતીનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.ઘરમાંથી અચાનક ચાલી ગયેલી બહેન ગણતરીના કલાકોમાં પાછી મળી આવતા પરિવારે વસ્ત્રાપુર પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને પોલીસની આ ત્વરિત કામગીરીને બિરદાવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...