Thursday, November 5, 2026

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચમત્કાર, નવજાત શિશુ પર એક દુર્લભ અને જટિલ સર્જરી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની સિવિલ હોસ્પિટલે તબીબી જગતમાં ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરીને ગરીબ દર્દીઓ માટે સંજીવની સમાન હોવાનો પુરાવો આપ્યો છે. કચ્છના એક શ્રમિક પરિવારની નવજાત બાળકી, જે ‘બાયલેટરલ કોએનલ એટ્રેસિયા’ નામની અત્યંત દુર્લભ અને જીવલેણ જન્મજાત ખામી સાથે જન્મી હતી, તેનું સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક સર્જરી વિભાગ દ્વારા સફળ ઓપરેશન કરીને નવજીવન આપવામાં આવ્યું છે.

રિપોર્ટ મુજબ, સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને પીડીયાટ્રીક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ એસ. જોશીએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાના નલિયા ખાતે મજૂરી કામ કરતા શ્રી અનમોલ નોડના ઘરે ગત ૧ મે, ૨૦૨૬ના રોજ સામાન્ય પ્રસૂતિ દ્વારા ૨ કિલો વજન ધરાવતી બાળકી ‘બેબી અનમોલ’નો જન્મ થયો હતો. જન્મતાની સાથે જ બાળકી શ્વાસ ન લઈ શકતા તેને સ્થાનિક હોસ્પિટલો અને ત્યારબાદ ભુજ રિફર કરવામાં આવી હતી. ભુજમાં ૬ દિવસની સઘન સારવાર છતાં કોઈ સુધારો ન થતાં આખરે બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લવાઈ હતી. જ્યાં તા. ૮ મે, ૨૦૨૬ના રોજ સિવિલના પીડિયાટ્રિક વિભાગના હેડ ઓફ યુનિટ ડૉ. ચારુલ મહેતાની દેખરેખ હેઠળ બાળકીને NICUમાં દાખલ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન નાકમાંથી રાયલ ટ્યુબ પસાર ન થતાં તબીબોને શંકા ગઈ અને CT Scan PNS કરાવતા ‘બાયલેટરલ કોએનલ એટ્રેસિયા’ હોવાની પુષ્ટિ થઈ હતી. જેથી તાત્કાલિક બાળકીને મોં વાટે નળી નાખીને ઓક્સિજન સપોર્ટ પર લેવામાં આવી હતી.

જોશીએ ઉમેર્યું હતું કે, ગત તા. ૧૨ મે, ૨૦૨૬ના રોજ આ બાળકીની “એન્ડોસ્કોપિક ટ્રાન્સનેસલ કોઆનોપ્લાસ્ટી” સર્જરી કરવામાં આવી હતી. અત્યંત બારીકાઈ પૂર્વકની આ સર્જરીમાં નાકનો બંધ માર્ગ દૂર કરી, સેપ્ટેક્ટોમી દ્વારા શ્વાસ લેવાનો રસ્તો સંપૂર્ણ ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ જટિલ સર્જરી દરમિયાન એનેસ્થેસિયા વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. મૃણાલિની અને તેમની ટીમે બાળકીને એનેસ્થેસિયા આપવાની નાજુક જવાબદારી ખૂબ જ સફળતાપૂર્વક નિભાવી હતી.

ઓપરેશન બાદ પણ પડકાર પૂરો થયો ન હતો. બાળકીને પોસ્ટ-ઓપરેટિવ કેર માટે NICU માં ખસેડાઈ હતી. ડૉ. ચારુલ મહેતા, ડૉ. કોમલ ચૌધરી અને ડૉ. પ્રિયંકા ગજ્જરની ટીમે ૫ દિવસ સુધી બાળકીને વેન્ટિલેટર પર રાખી અત્યંત બારીક દેખરેખ રાખી હતી. પાંચમાં દિવસે બાળકીને વેન્ટિલેટરથી મુક્ત કરાઈ અને નાકમાં મુકેલી નળીઓ પણ તબક્કાવાર હટાવી લેવામાં આવી હતી. હાલ ‘બેબી અનમોલ’ સંપૂર્ણ સ્વસ્થ છે. તે કોઈ પણ સપોર્ટ વિના કુદરતી રીતે નાકથી શ્વાસ લઈ રહી છે અને માતાનું દૂધ પણ સારી રીતે પી રહી છે, તેમ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટશ્રીએ ઉમેર્યું હતું.

‘બાયલેટરલ કોએનલ એટ્રેસિયા’ એક એવી જટિલ અને અત્યંત દુર્લભ જન્મજાત ખામી છે, જેમાં બાળકના નાકના બંને છિદ્રો પાછળથી સંપૂર્ણપણે બંધ હોય છે. આવા બાળકો નાકથી બિલકુલ શ્વાસ લઈ શકતા નથી. જ્યારે તેઓ રડે છે ત્યારે જ મોં વાટે થોડો શ્વાસ લઈ શકે છે. નવજાત શિશુ માટે આ સ્થિતિ અત્યંત કટોકટીભરી ગણાય છે, કારણ કે તેમાં ઓક્સિજનની ગંભીર ઉણપ થતાં શરીર વાદળી પડી જવાનું અને જીવ જવાનું જોખમ ખૂબ વધી જાય છે. સામાન્ય રીતે આ ખામી દર ૫ થી ૮ હજાર બાળકોમાં કોઈ એકમાં જોવા મળે છે, જેમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ વધુ હોય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...