Friday, April 17, 2026

મિર્ચી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર : અખબારનગર સર્કલ પર ટ્રાફિક સિગ્નલ શરૂ કરાયા, ટ્રાફિકના જાણકારના કેટલાંક સુચનો

spot_img
Share

(શહેર પ્રતિનિધિ દ્વારા), અમદાવાદ: લોકશાહીમાં ચોથી જાગીર ગણાતા મીડિયાની તાકાત ફરી એકવાર સાબિત થઈ છે. પશ્ચિમ અમદાવાદના ધમધમતા નવા વાડજ વિસ્તારમાં આવેલા ‘અખબારનગર સર્કલ‘ પર લાંબા સમયથી બંધ પડેલા ટ્રાફિક સિગ્નલ મુદ્દે ‘મિર્ચી ન્યૂઝ‘ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરાયેલા અહેવાલનો ઘેરો પડઘો પડ્યો છે. અહેવાલ પ્રસિદ્ધ થયાના ટૂંકા ગાળામાં જ કુંભકર્ણની નિદ્રામાં સૂતેલું તંત્ર સફાળું જાગ્યું છે અને બંધ પડેલા સિગ્નલોને ફરી શરૂ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

શું હતો અહેવાલ? ગઈ તા. 22-01-2026ના રોજ ‘મિર્ચી ન્યૂઝ‘માં “અખબારનગર સર્કલ પર લાંબા સમયથી ટ્રાફિક સિગ્નલ બંધ!” શીર્ષક હેઠળ એક વિસ્તૃત અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં મેટ્રોની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ પણ તંત્રની આળસને કારણે સિગ્નલો ધૂળ ખાઈ રહ્યા હતા અને વાહનચાલકો રોજેરોજ ટ્રાફિક જામ તથા અકસ્માતનો ભોગ બની રહ્યા હતા તે બાબતને વાચા આપવામાં આવી હતી. તંત્ર એકબીજાને ખો આપી રહ્યું હતું તે સત્ય પણ મિર્ચી ન્યૂઝે બહાર લાવ્યું હતું.

અહેવાલની ધારદાર અસર: મિર્ચી ન્યૂઝમાં આ ગંભીર સમસ્યા ઉજાગર થતાં જ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગ હરકતમાં આવ્યું છે.અહેવાલની નોંધ લઈ સત્તાધીશોએ તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરી હતી.લાંબા સમયથી ધૂળ ખાઈ રહેલા અને બંધ હાલતમાં પડેલા સિગ્નલોના રિપેરિંગ અને મેન્ટેનન્સનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.ટ્રાફિક વિભાગે ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ આ પાંચ રસ્તાના જંકશન (૫ Roads Junction) પર સિગ્નલો રાબેતા મુજબ કાર્યરત થઈ જશે.

નાગરિકોમાં હાશકારો: મિર્ચી ન્યૂઝના આ પ્રજાલક્ષી પત્રકારત્વને સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ બિરદાવ્યું છે. સિગ્નલનું કામ શરૂ થતા જ રાહદારીઓ અને વાહનચાલકોમાં હાશકારો જાેવા મળ્યો છે. અખબારનગર જેવા વ્યસ્ત જંકશન પર હવે ટ્રાફિક શિસ્તબદ્ધ થશે અને અકસ્માતોનું પ્રમાણ ઘટશે તેવી આશા જાગી છે.

મિર્ચી ન્યૂઝ હંમેશા સત્ય અને પ્રજાની સાથે: નાગરિકોની સમસ્યાઓને તંત્ર સુધી પહોંચાડવા અને તેનો ઉકેલ લાવવા માટે ‘મિર્ચી ન્યૂઝ‘ હંમેશા કટિબદ્ધ છે. આ અહેવાલની અસર એ સાબિતી છે કે જાગૃત પત્રકારત્વ હજુ પણ સમાજમાં પરિવર્તન લાવી શકે છે.

અખબારનગર સર્કલ પર ટ્રાફિક સિગ્નલ શરૂ કરાયા બાદ ટ્રાફિક વિભાગના જાણકાર પિયુષ સુથારના કેટલાંક સુચનો

અમદાવાદ : તાજેતરમાં અખબારનગર સર્કલ ખાતે શરૂ કરવામાં આવેલ સિગ્નલો મુદ્દે જાગૃત નાગરિક, ટીવી ડીબેટ ગેસ્ટ અને ટ્રાફિક વિભાગના જાણકાર પિષુય સુથાર જણાવે છે કે હાલમાં નવા નવા ચાલુ થયા છે જે ખૂબ જ સારી બાબત છે ઘણા લાંબા સમયની પ્રતિક્ષા અને મહેનત બાદ સિગ્નલોનું નિર્માણ થયું છે ત્યારે ઘણી સારી સુવિધાઓની સાથે સાથે ક્યાંક થોડી સમસ્યાઓ પણ જણાઈ રહી છે….જેમ કે

1.પ્રગતિનગર ઓવરબ્રિજના છેડેથી અખબારનગર સર્કલ સુધી ટ્રાફિક જામ રહે છે જેનું કારણ છે સિગ્નલ સ્ટોપ કરવાનો જે સમય છે તે ક્યાંક વધારે હોઈ શકે છે જેના કારણે ટ્રાફિક જામ રહે છે સિગ્નલ ખુલવાનો સમય ઘણો ઓછો હોવાથી થોડી સમસ્યા ઉદભવી રહી છે… તો સિગ્નલની ટાઈમિંગ સિસ્ટમમાં થોડો સુધારો કરવાની જરૂર છે.

2.અખબારનગર અંડર બ્રિજની બહાર નીકળતાની સાથે ડાબી બાજુ એક રહેણાંક સોસાયટી છે જ્યાં રોડ ઉપરના મકાનો ખૂબ જ મોટા પ્રમાણમાં કોમર્શિયલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે તે મકાનોની બહાર જે ફૂટપાથ છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાથી સર્કલની નજીક ડાબી બાજુ વળવા માટેનો જે રસ્તો છે ત્યાં નાનું ડિવાઈડર બનાવવામાં આવ્યું છે છતાં જમણી બાજુ અને સીધા જવા વાળા વાહનચાલકો ડાબી બાજુની લાઈનમાં ભેગા થઈને ટ્રાફિક સમસ્યા કરતા જોવા મળે છે ..અને તે નાના ડિવાઈડરની બનાવટમાં ઘણી ખામી પણ જાેવા મળી છે જેને સુધારવાની ઘણી જરૂર છે

3.અખબારનગર સર્કલ ઉપર નવા વાડજ એએમટીએસ બસનો ડેપો આવેલો છે આ ડેપોના મુખ્ય બે દરવાજા આપવામાં આવે છે .હવે જ્યારે સિગ્નલ બંધ થાય છે ત્યારે આગળ નીકળી જવાની લાયમાં અને ઉતાવળના ભાગરૂપે અનેક વાહનો જેવા કે ફોરવીલ ખાનગી વાહનો પેસેન્જર રીક્ષાઓ અને ટુ-વ્હીલર વાહન ચાલકો પણ પ્રવેશદ્વારમાં ઘૂસીને ડેપોની અંદર થઈને બીજા બહાર નીકળવાના દરવાજા વચ્ચે પોઇન્ટ ઉપર સિગ્નલ ખૂલવાની રાહ જાેઈ ઊભા રહેતા હોય છે… જેથી એએમટીએસ સાથે સંકલન કરીને બંને ગેટ ઉપર સિક્યુરિટી વાળાને રાખીને ડેપો સિવાયના વાહનોની અવરજવર ઉપર રોક લગાવે..

4.સર્કલ પર આવેલ એએમટીએસ બસ ડેપોમાંથી જ્યારે બસ બહાર નીકળે છે ત્યારે સિગ્નલ બંધ હોવા છતાં અનેકવાર સિગ્નલ જમ્પ કરીને એએમટીએસની બસો બે રોકટોક નીકળતી જાેવા મળે છે જેના કારણે ભવિષ્યમાં જીવણ અકસ્માતો પણ થવાની સંભાવના સ્પષ્ટ રહી છે આ બાબતે એએમટીએસનાં જવાબદાર ઉચ્ચ અધિકારીઓને વિનંતી કે કડક શબ્દોમાં ચેતવણી આપીને આવી મનમાની ભરી બેરોકટોક થતી નિયમ ભંગની પ્રવૃત્તિને રોકવામાં આવે.

5.અખબારનગર સર્કલ કે જ્યાં આ સર્કલ ઉપર અવરજવરના થઈને ટોટલ દસ રસ્તા પડે છે હવે આ સર્કલની આજુબાજુમાં રહેણાંક કે ધંધાકીય મકાનો કે બિલ્ડીંગો આગળની ફૂટપાથો ઉપર દબાણો થવાથી વડીલો વૃદ્ધો ગર્ભવતી મહિલાઓ કે લાચાર વ્યક્તિઓ મુખ્ય માર્ગો પર ચાલવા મજબૂર બને છે અને જીવલેણ અકસ્માતોનો ભોગ બની શકે તેવી પરિસ્થિતિ ઉભી થવા પામે છે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જણાવવાનું કે આ સમસ્યા દૂર કરી નાગરિકોને યોગ્ય ન્યાય આપવો…

6.નામદાર કોર્ટના આદેશ મુજબ તમામ મોટા ચાર રસ્તાઓ વાળા જંકશન ઉપર કે તેની આજુબાજુના 50 મીટરની હદમાં નો પાર્કિંગ ઝોન જાહેર હોવા છતાં આ સર્કલ ઉપર ચારે બાજુ ખૂબ જ પ્રમાણમાં વાહનો પાર્ક થતા જાેવા મળતા રહે છે ખાસ કરીને ઓફિસના સમયમાં જે બાબતે અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગને જણાવવાનું કે આ સમસ્યાનું કડક રીતે કાર્યવાહી કરીને જનતાને યોગ્ય ન્યાય આપવો…

7.બીજી ખાસ બાબત એવી કે સર્કલ ઉપર ઓફિસના ટાઈમે ઘણી કંપનીઓના સ્ટાફની બસ ગમે ત્યાં સર્કલ ઉપર ઉભી રહીને પોતાના કર્મચારીઓને છોડતી હોય છે ત્યારે તે ઊભી કરેલી બસનાં કારણે ટ્રાફિક સમસ્યા પણ થતી જાેવા મળે છે…

8.હાલમાં આ સર્કલ ઉપર નવા ટ્રાફિક સિગ્નલો લગાવવામાં આવ્યા છે…માટે ઘણાં વાહનચાલકોને ખબર નથી કે સિગ્નલો ચાલુ થયા છે એટલે ઘણા લોકો સિગ્નલ જંપ કરીને નીકળે છે માટે થોડા સજાગ બનીને ટ્રાફિક વિભાગના અધિકારીને એક રજૂઆત કે થોડા દિવસો માટે આ સર્કલ ઉપર કર્મચારીઓનો સ્ટાફ વધારી હાજર રાખવા જોઈએ,જેનાથી હાજર પોલીસને જાેઈ સિગ્નલ જંપની સમસ્યા બંધ થઈ શકે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...