Tuesday, November 17, 2026

અમદાવાદમાં અડાલજ પાસે હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત: એકસાથે 4 વાહનો વચ્ચે ટક્કરથી ટ્રાફિક જામ

spot_img
Share

અમદાવાદ : શનિવારની સવાર અમદાવાદ-મહેસાણા હાઈવે પર ટોલ ટેક્સ નજીક એક સાથે ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. એક કાર ચાલકની નાનકડી ભૂલને કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં એક કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલી અન્ય 2 કાર અને 1 ટ્રક એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માતના પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ-મહેસાણા હાઈવે પર અડાલજ ટોલ ટેક્સની બિલકુલ નજીક આ ઘટના બની હતી. આગળ જઈ રહેલી એક કારના ચાલકે કોઈ કારણોસર અચાનક બ્રેક મારી દીધી હતી. હાઈવે પર વાહનોની ગતિ તેજ હોવાથી પાછળ આવી રહેલી અન્ય બે કાર અને એક ટ્રકના ચાલકો પોતાના વાહન પર કાબૂ રાખી શક્યા નહોતા, પરિણામે એક પછી એક કુલ ચાર વાહનો એકબીજામાં ઘૂસી ગયા હતા.ક્ષણવારમાં જ હાઈવે પર બમ્પર-ટુ-બમ્પર અકસ્માત સર્જાયો હતો.

સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, જે એક મોટી રાહતના સમાચાર છે. જોકે, ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય કાર અને ટ્રકના આગળ-પાછળના ભાગે ભારે નુકસાન થયું છે. કારમાં સવાર મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી, જેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. અકસ્માતને પગલે હાઈવે પર કાચના ટુકડા અને ઓઈલ ઢોળાયેલું જોવા મળ્યું હતું.

અકસ્માતને પગલે હાઈવેના એક તરફના રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ટોલ રોડની ટીમ અને ટ્રાફિક પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. હાલ ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને સાઈડમાં ખસેડી ટ્રાફિકને રાબેતા મુજબ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.

છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ-મહેસાણા હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જે તંત્ર અને વાહનચાલકો માટે ચિંતાનો વિષય બન્યો છે. અતિશય ટ્રાફિક અને વાહનોની અનિયંત્રિત ગતિને કારણે ઘણીવાર આવા ‘ચેઈન એક્સિડન્ટ’ સર્જાતા હોય છે. ટોલ ટેક્સ પાસે વાહનોની ગતિ મર્યાદિત રાખવા અને અંતર જાળવવા માટે જાગૃતિ લાવવી અનિવાર્ય બની છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું, CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને આપ્યો ખાસ સંદેશ, 22 નવેમ્બરે મોટું આયોજન

ગાંધીનગર : દિવાળી અને નવા વર્ષના પર્વ નિમિત્તે ગુજરાત ભાજપ દ્વારા આજે પ્રદેશ કક્ષાના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ...

અંબાજી-આબુ જતા વાહનચાલકો ધ્યાન આપો! PM મોદીની મુલાકાતને પગલે 13-14 નવેમ્બર સુધી આ માર્ગો રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લેશે....

PM મોદી 13 અને 14 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે : લાભ પાંચમે અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરશે

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ...

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...