Sunday, May 31, 2026

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

spot_img
Share

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ પેઢીને સુરક્ષિત કરવા માટે હવે ગુજરાતમાં 14 થી 15 વર્ષની કિશોરીઓને સર્વાઈકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર) થી બચાવતી મોંઘી રસી તદ્દન વિનામૂલ્યે આપવામાં આવશે.

સરકારના આ રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત ગુજરાતમાં રસીકરણનો શુભારંભ થઈ ચૂક્યો છે, જેનો લાભ રાજ્યની 14 થી 15 વર્ષની વય ધરાવતી આશરે 5.5 લાખ કિશોરીઓને મળવાનો છે. આ મહત્વપૂર્ણ રસીકરણ ઝુંબેશ વિવિધ શાળાઓ અને સરકારી આરોગ્ય કેન્દ્રોના માધ્યમથી ચલાવવામાં આવશે. આ અભિયાન પાછળ સરકારનો ઉદ્દેશ્ય ગંભીર બીમારીઓ સામે પૂર્વ-તૈયારી કરવાનો તેમજ મહિલા સશક્તિકરણને વેગ આપીને એક સ્વસ્થ અને સુરક્ષિત સમાજનું નિર્માણ કરવાનો છે.

ગુજરાત સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ હેઠળ દર વર્ષે બાળકોના રસીકરણ પાછળ રૂ. 240 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવે છે અને હવે આ કડીમાં HPV રસીનો પણ સમાવેશ કરાયો છે. બજારમાં આ વેક્સિનના એક ડોઝની કિંમત અંદાજે 3000 રૂપિયા છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા 150 કરોડ રૂ. રસીકરણ માટે ફાળવીને આ રસી તદ્દન વિનામૂલ્યે આપવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

માત્ર રસીકરણ જ નહીં, પરંતુ ગ્રામીણ કક્ષાએ પણ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ એક મહત્વની જાહેરાત કરી છે. આ નવી યોજના અંતર્ગત સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (CHC) માં અત્યાર સુધી જે 27 કર્મચારીઓનું મહેકમ હતું, તે વધારીને હવે 40 નું કરવામાં આવ્યું છે. ધાનેરા CHC ના ઉદાહરણ મુજબ, હવે દરેક કેન્દ્ર પર બાળરોગ નિષ્ણાત, સ્ત્રી-રોગ નિષ્ણાત, ફિઝિશિયન, સર્જન અને એનેસ્થેશિઓલૉજીસ્ટ જેવા 5 સ્પેશિયાલિસ્ટ તબીબો પોતાની ફરજ બજાવશે.

આ ઉપરાંત, લેબોરેટરી ટેકનિશિયન, એક્સ-રે ટેકનિશિયન અને નર્સિંગ સ્ટાફ જેવા પેરામેડિકલ સ્ટાફની પણ મોટા પાયે ભરતી કરવામાં આવશે, જેથી ગ્રામીણ જનતાને ઘર આંગણે જ તમામ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે.

સર્વાઈકલ કેન્સર એ મહિલાઓના સ્વાસ્થ્ય માટે એક અત્યંત ગંભીર ખતરો સાબિત થઈ રહ્યું છે. આરોગ્ય વિભાગના આંકડાઓ મુજબ, ગત વર્ષે જ સમગ્ર દેશમાં સર્વાઈકલ કેન્સરના 79,000 થી વધુ નવા કેસો નોંધાયા હતા. અત્યંત કમનસીબ બાબત એ છે કે, યોગ્ય સારવાર અને જાગૃતિના અભાવે તેમાંથી ૩૪,૦૦૦ જેટલી મહિલાઓએ પોતાનો કિંમતી જીવ ગુમાવ્યો હતો. આ ચોંકાવનારા આંકડાઓ સ્પષ્ટપણે સાબિત કરે છે કે આવી જીવલેણ બીમારી સામે સુરક્ષા મેળવવા માટે સમયસર રસીકરણ કરાવવું કેટલું અનિવાર્ય અને જીવનરક્ષક છે.

મહિલાઓમાં થતું આ કેન્સર મુખ્યત્વે હ્યુમન પેપિલોમા વાયરસ (HPV) ના કારણે થાય છે. જો 14-15 વર્ષની ઉંમરે જ દીકરીઓને આ રસી આપી દેવામાં આવે, તો ભવિષ્યમાં આ જીવલેણ કેન્સર થવાનો ખતરો નહિવત થઈ જાય છે. જે રસી અત્યાર સુધી મોંઘી હોવાથી સામાન્ય પરિવારની પહોંચ બહાર હતી, તે હવે સરકારી પહેલથી દરેક દીકરીને મફતમાં મળશે.

સરકાર દ્વારા “સર્વાઇકલ કેન્સરથી દીકરીને બચાવીએ, સમયસર HPV રસી મુકાવીએ”ના મંત્ર સાથે તમામ વાલીઓને તેઓ પોતાની 14 વર્ષની દીકરીઓને આ રસી અપાવી તેમના કેન્સરમુક્ત ભવિષ્યની ગેરંટી સુનિશ્ચિત કરે તેવી ભાવભરી અપીલ કરવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...