Wednesday, April 15, 2026

અમદાવાદના તબીબો બેટ-બોલ સાથે મેદાને: ‘AMA પ્રીમિયર લીગ 2026’ બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટનો શાનદાર પ્રારંભ

spot_img
Share

અમદાવાદ, 28 ફેબ્રુઆરી 2026 : અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) દ્વારા તબીબી જગતના સભ્યોમાં એકતા, ખેલદિલી અને ભાઈચારો વધારવાના હેતુથી ‘AMA પ્રીમિયર લીગ 2026’ બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે આ લીગમાં શહેરની વિવિધ હોસ્પિટલો અને સ્પેશિયાલિટીઝમાંથી 32 થી વધુ ટીમો ઉત્સાહભેર ભાગ લઈ રહી છે.

અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) દ્વારા આ ટૂર્નામેન્ટનો પ્રારંભ એક ઐતિહાસિક ક્ષણ સાથે થયો હતો. ટૂર્નામેન્ટનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ વાસણી બોક્સ ક્રિકેટ ખાતે યોજાયો હતો. નોંધનીય છે કે,એસોસિએશનના ઇતિહાસમાં પ્રથમ વખત ઉદ્ઘાટન સમારોહ પૂર્વ અમદાવાદમાં નિકોલ ખાતે રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના વરિષ્ઠ હોદ્દેદારો અને મહાનુભાવોએ હાજર રહીને ખેલાડી તબીબોનો ઉત્સાહ વધાર્યો હતો.

આ ટૂર્નામેન્ટ અંગે વિગતો આપતા AMA ના માનદ મંત્રી ડૉ. મૌલિક શેઠ જણાવાયું હતું કે, તબીબો પોતાની ક્લિનિકલ જવાબદારીઓ અને વ્યસ્ત શિડ્યુલમાંથી સમય ફાળવીને મેદાનમાં ઉતર્યા છે.આ ઉપરાંત આ સ્પર્ધા લિગ-કમ-નોકઆઉટ ફોર્મેટમાં રમાઈ રહી છે. આગામી અઠવાડિયામાં પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના વિવિધ મેદાનો પર ગ્રુપ મેચો રમાશે. આ ટૂર્નામેન્ટનો મુખ્ય હેતુ તબીબોમાં શારીરિક સુસજ્જતા વધારવી, માનસિક તણાવ દૂર કરવો અને પરસ્પર જોડાણ મજબૂત કરવાનો છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ ટૂર્નામેન્ટમાં એમબીબીએસથી લઈને પોસ્ટ ગ્રેજયુશન સુધીના તમામ ફેકલ્ટીઓના તબીબો ભાગ લઇ રહ્યા છે, આ ઉપરાંત 20 થી લઈને 60 વર્ષના વયના તબીબો ભાગ લઇ રહ્યા છે.વુમન્સ તબીબો માટે અલગ સ્પેશયલ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે.સમગ્ર મેડિકલ ફ્રેટર્નિટીમાં આ ઇવેન્ટને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં સભ્યો મેચો નિહાળવા ઉમટી રહ્યા છે

“Beyond Scope of Scalpel and Stethoscope” ના સૂત્ર સાથે યોજાયેલી આ ટૂર્નામેન્ટ અમદાવાદના મેડિકલ એસોસિએશનની ગતિશીલતા અને એકતાનું પ્રતીક બની રહી છે. પ્રમુખ ડૉ. જિજ્ઞેશ શાહ અને માનદ મંત્રી ડૉ. મૌલિક શેઠના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...