Thursday, July 23, 2026

અમદાવાદમાં ટ્રાફિક ડ્રાઈવમાં એક સપ્તાહમાં 22,000 વાહનચાલક દંડાયા, 232 વાહનને જપ્ત કર્યા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિક પોલીસે એક સપ્તાહ માટે ખાસ અભિયાન હાથ ધર્યું હતું, જેમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ વાહનચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. એક સપ્તાહ દરમિયાન કુલ 22,823 વાહનચાલકને ટ્રાફિકના નિયમો બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ દંડની રકમ રૂ.1.47 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે પોલીસે 232 વાહનને પણ જપ્ત કર્યા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 25 ફેબ્રુઆરીના રોજ શરૂ કરાયેલી આ ખાસ ઝુંબેશમાં દારૂ પીને વાહન ચલાવવા, મર્યાદાથી વધુ મુસાફરો ભરવા, ખોટી બાજુએ વાહન ચલાવવા, નંબર પ્લેટ વગરના વાહનો, બ્લેક ફિલ્મનો ઉપયોગ, હેલ્મેટ વગર વાહન ચલાવવા, ગેરકાયદે એલઈડી લાઇટ અને રસ્તાઓ પર આડેધડ પાર્કિંગ જેવા નિયમોના ભંગ બદલ દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઝુંબેશ દરમિયાન પોલીસે હેલ્મેટ ન પહેરવા બદલ 10,363 વાહનચાલક પાસેથી 52.09 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. ઇ-મેમો ભરવાનો ઇનકાર કરતા સાત વાહનોને જપ્ત કરી લેવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ 50% કેસ હેલ્મેટ વગર વાહન ચલાવવાના હતા.

આ ખાસ ઝુંબેશમાં ગેરકાયદે પાર્કિંગના 8,311 કેસ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં કુલ 48.33 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ખોટી બાજુએ વાહન ચલાવવા બદલ 1,844 વાહનચાલકને દંડ ફટકારવામાં આવ્યો હતો, જેના પરિણામે 35.15 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

પોલીસે દારૂ પીને વાહન ચલાવવાના 73 કેસ નોંધ્યા હતા, 32 વાહનોને જપ્ત કરવામા આવ્યા હતા. જ્યારે વધુ મુસાફરો વહન કરવા બદલ 488 કેસ નોંધાયા હતા. નંબર પ્લેટ વગરના 1,204 વાહનો, બ્લેક ફિલ્મવાળા 515 વાહન અને ગેરકાયદે એલઈડી લાઇટ લગાવેલા 25 વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.આ ઝૂંબેશ હજૂ 10મી માર્ચ સુધી ચાલશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...