Wednesday, April 22, 2026

અમદાવાદમાં રાત્રે ખેલાડીઓ પહોંચ્યા આ મંદિરે, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાએ કર્યા હનુમાનજીના દર્શન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં રમાનારી T-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા ભારતીય ખેલાડીઓ હનુમાન ટેકરી મંદિરે પહોંચ્યા હતા. ક્રિકેટર હાર્દિક પંડ્યા, સૂર્ય કુમાર યાદવ અને ગૌતમ ગંભીર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક આવેલા હનુમાનજી મંદિરે પહોંચાડ્યા હતા. જ્યાં તેઓએ દર્શન કરી આવતીકાલે T20 વર્લ્ડ કપની આવતીકાલની ફાઈનલ મેચમાં સારી રીતે રમવા માટે પ્રાર્થના કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના મોટેરા સ્થિત ક્રિકેટ સ્ટેડિયમમાં આવતીકાલે 8મી માર્ચ, રવિવારે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ યોજાનાર છે. જેની પહેલા ભારતીય ક્રિકેટરો હાલ સ્ટેડિયમ નજીક આવેલા હનુમાન ટેકરી મંદિરે દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. હાર્દિક પંડ્યા, સૂર્ય કુમાર યાદવ અને ગૌતમ ગંભીર હનુમાનજીના દર્શન કરવા પહોંચ્યા હતા. એક એક્ટિવા સવાર યુવકે તેમને મંદિર સુધીનો રસ્તો બતાવી તેઓને મંદિરે પહોંચાડ્યા હતા.

આવતીકાલના ન્યૂઝિલેન્ડ સામેનો ફાઈનલ મુકાબલો જીતવા માટે હનુમાનજી દાદાના આશીર્વાદ લીધા હતા. મંદિરમાં દર્શન દરમિયાન મહંત ઈશ્વરદાસજી મહારાજએ ભારતીય ટીમને આશીર્વાદ આપ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ભારતીય ટીમ આવતીકાલની ફાઇનલ મેચમાં સારું પ્રદર્શન કરશે અને દેશનું નામ રોશન કરશે. મંદિરના પૂજારીએ ખેલાડીઓને જીત માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...