Thursday, September 17, 2026

અમદાવાદમાં વૃદ્ધને બોનેટ પર લટકાવીને ફર્યો, Video વાયરલ થતા જનતા ભડકી, આરોપીની અટકાયત

spot_img
Share

અમદાવાદ : શહેરના નિકોલ વિસ્તારમાં કાર ચાલકે અકસ્માત સર્જાયો હતો. જે બાદ અકસ્માત સર્જનાર કાર ચાલકને એક વૃદ્ધ સમજાવવા જતા કાર ચાલકે વૃદ્ધને કારના બોનેટ પર બેસાડી કાર દોડાવી હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં વૃદ્ધ કાર ચાલકને કહે છે કે હું કેસ કરવાનો નથી. તેમ છતાં કાર ચાલક પોતાની કાર ઉભી રાખવાની જગ્યાએ પુરપાટ દોડાવતો વીડિયોમાં જોઈ શકાય છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સ્થળ પર હાજર લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં કેદ કર્યો હતો. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો ગંભીર બન્યો હતો. વીડિયો વાયરલ થતા જનતા ભડકી હતી અને ત્યારબાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન અકસ્માત સર્જનાર કારનો નંબર GJ 13 CB 2908 હોવાનું સામે આવ્યું હતું. આ કાર આઈ10 નિયોસ મોડેલની હોવાનું પણ જાણવા મળ્યું હતું. પોલીસે કાર ચાલકની ઓળખ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વાયરલ થયેલા વીડિયોના આધારે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપીની સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.આ મામલે રાતે પોલીસ સ્ટેશનમાં ભયજનક ડ્રાઇવિંગની કલમ બીએનએસ (BNS) 281 મુજબ અને એમવી એક્ટ (MV Act) 184, 177, 134 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.અને આરોપી ડ્રાઈવર જાદવ હરિસિંહ સુરસંગની અટકાયત કરવામાં આવી છે.પોલીસ તપાસમાં આરોપીની ઓળખ જાદવ હરિસિંહ સુરસંગ તરીકે થઈ છે. આરોપી મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણનો રહેવાસી છે અને હાલમાં અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...