Wednesday, July 22, 2026

અમદાવાદમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, પોલીસે ડિલિવરી બોયને 7 ગેસ બોટલ સાથે રંગે હાથે ઝડપ્યો

spot_img
Share

અમદાવાદ : મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે. જેને લીધે પેટ્રોલ અને ગેસનો જથ્થો દેશમાં ઓછો હોવાથી તેની અછત જેવી સ્થિતિ સર્જાઈ છે. સર્જાયેલી ગેસની અછત વચ્ચે શહેરના થલતેજમાં ઘરેલું ગેસના બોટલમાંથી ગેસ કાઢીને ખાલી બોટલમાં ભરીને વેચનાર ગેસ એજન્સીનો ડિલિવરી કરનાર કર્મચારી ઝડપાયો છે. બોડકદેવ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, બોડકદેવ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યાર બાતમી મળતા થલતેજ ગામમાં ભરવાડ વાસ પોલીસ પહોંચી હતી. અહીં જાહેરમાં એક વ્યક્તિ ગેસની ભરેલી બોટલમાંથી ખાલી બોટલ ભરતો હતો. જેથી પોલીસે વ્યક્તિની પૂછપરછ કરી ત્યારે તેનું નામ હીરા પરમાર હોવાનું જાણવા મળ્યું હતું. હીરા પરમાર પાસેથી 7 ગેસના બોટલ, રિક્ષા, ગેસ ભરવાની પાઇપ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપી હીરા પરમાર આંબાવાડીની સંતોષ ગેસ એજન્સીમાં ડિલિવરી મેન તરીકે કામ કરે છે. તે કસ્ટમરને આપવાના 5 અલગ-અલગ ભરેલા સિલિન્ડરમાંથી થોડો-થોડો ગેસ ચોરી કરતો અને તેને ખાલી બોટલમાં ભરીને ઊંચા ભાવે વેચી દેતો હતો. આ રીતે તે ગ્રાહકોને ઓછો ગેસ આપીને વધારાના પૈસા કમાવાની લાલચમાં કાળાબજારી કરતો હતો.

ઉલ્લેખનીય છે કે, પોલીસે ઘટનાસ્થળેથી 7 ગેસ સિલિન્ડર, ગેસ ટ્રાન્સફર કરવાની પાઇપ, વજન કાંટો, રિક્ષા અને ડિલિવરીની રસીદો સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ બોડકદેવ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...