Thursday, September 17, 2026

અમદાવાદમાં યુવકનો 20-25 મિનિટનો હાઈવોલ્ટેજ ડ્રામા, બ્રિજ પરથી ઝાડ પર ચડી ગયો ને કરી બૂમાબૂમ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં શનિવારે બપોરે એક યુવકના હાઈવોલ્ટેજ ડ્રામાથી ભારે ચકચાર મચી ગઈ હતી. જમાલપુર ચાર રસ્તા નજીક એક યુવક અચાનક ઓવરબ્રિજ પરથી પીપળાના ઝાડ પર ચડી ગયો અને લગભગ 20થી 25 મિનિટ સુધી ટોચ પર રહી રાજકીય નારા લગાવતો રહ્યો.જેના કારણે સ્થાનિકો અને પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.

રિપોર્ટ મુજબ, શહેરના વાસણા વિસ્તારના ગુપ્તાનગરમાં રહેતો અનુજ નામનો યુવક બપોરે અંદાજે 2:30 વાગ્યે જમાલપુર ઓવરબ્રિજ પર પહોંચ્યો હતો. બ્રિજની બાજુમાં આવેલા ઝાડની ડાળીઓનો સહારો લઈને તે સીધો ઝાડ પર ચડી ગયો હતો. ત્યારબાદ તેણે “રામ મંદિર બનાવો” અને “ભાજપ ગઈ, કોંગ્રેસ આવી” જેવા નારા લગાવતા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.યુવકને ઝાડની ટોચ પર જોઈ સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટના સ્થળ નજીક જ ફાયર સ્ટેશન હોવાને કારણે ફાયર બ્રિગેડ તાત્કાલિક પહોંચી ગઈ હતી. યુવકને સલામત રીતે નીચે ઉતારવા માટે હાઈરાઇઝ સીડી (સ્નોર્કલ) મંગાવવામાં આવી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું.

રેસ્ક્યુ દરમિયાન ચાર ફાયર જવાનોએ જીવના જોખમે કામગીરી કરી હતી. યુવક સતત એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદકા મારતો રહ્યો અને પકડમાંથી બચવાનો પ્રયાસ કરતો રહ્યો. અંતે જવાનોની ટીમે મહેનત કરીને તેને કાબૂમાં લીધો અને સીડી મારફતે નીચે ઉતાર્યો હતો. યુવકને નીચે ઉતાર્યા બાદ પણ તેણે પોલીસની પકડમાંથી છૂટવાનો પ્રયાસ કર્યો હતો.

બાદમાં તેને તાત્કાલિક સારવાર માટે SVP હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.આ ઘટનાને કારણે થોડા સમય માટે જમાલપુર વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી.આ યુવકે આવું પગલું કેમ ભર્યું તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...