Thursday, September 17, 2026

અમદાવાદમાં યુવતીને વીડિયો કોલ કરી યુવકે કેનાલમાં લગાવી મોતની છલાંગ, ધમકી આપનાર ગર્લફ્રેન્ડના પિતા સામે ફરિયાદ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક અત્યંત આઘાતજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પ્રેમ સંબંધના કારણે સર્જાયેલા માનસિક ત્રાસે એક 21 વર્ષીય યુવકનો જીવ લીધો છે. પ્રેમિકાના પિતા દ્વારા આપવામાં આવતી સતત ધમકીઓ અને દબાણને કારણે યુવકે જીવન ટૂંકાવવાનો આત્મઘાતી નિર્ણય લીધો હતો, જેણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે.યુવકને આત્મહત્યા માટે મજબૂર કરનાર ગર્લફ્રેન્ડના પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

રિપોર્ટ મુજબ, અમદાવાદના ઓઢવ સ્થિત સુવાસ ઓરમ ફ્લેટમાં રહેતા 21 વર્ષીય યુવકે જાન્યુઆરી 2026માં ગાંધીનગર પાસે આવેલી નભોઈ કેનાલમાં કૂદીને આપઘાત કર્યો હતો. આ ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે યુવકે આ પગલું ભરતા પહેલા પોતાની ગર્લફ્રેન્ડ અને તેની બહેનને વીડિયો કોલ કર્યો હતો. વીડિયો કોલ ચાલુ હોવા છતાં, તે ક્ષણિક આવેશમાં દોડીને નર્મદા કેનાલના ધસમસતા પ્રવાહમાં કૂદી પડ્યો હતો. આપઘાત પૂર્વેનો કેનાલ પાસેનો તેનો છેલ્લો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે આ ગંભીર પરિસ્થિતિની સાક્ષી પૂરે છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, યુવક અને તેની પ્રેમિકા વચ્ચેના સંબંધોથી યુવતીના પિતા નારાજ હતા. તેઓ અવારનવાર યુવકને ફોન પર કે રૂબરૂ મળીને ધમકીઓ આપતા હતા. પિતા દ્વારા તેને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું કે, “મારી દીકરીને ભૂલી જજે અને હવે પછી તેની સાથે વાતચીત ન કરતો, નહીં તો તને ચેનથી જીવવા નહીં દઉં અને પોલીસ ફરિયાદ કરીશ.” આ પ્રકારના સતત માનસિક ત્રાસ અને સામાજિક બદનામીના ડરથી યુવક ભાંગી પડ્યો હતો. અંતે કોઈ રસ્તો ન જણાતા તેણે મોતને વહાલું કર્યું હતું.

આશ્ચર્યની વાત એ છે કે આ કરુણ ઘટના જાન્યુઆરીમાં બની હોવા છતાં, કાયદાકીય પ્રક્રિયામાં વિલંબ થયો હતો અને લગભગ 4 મહિના બાદ ફરિયાદ નોંધાઈ છે. યુવકના પરિવારે ન્યાય માટે કરેલી રજૂઆતો બાદ હવે ઓઢવ પોલીસે યુવતીના પિતા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો અને માનસિક ત્રાસ ગુજારવાનો ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ આ મામલે ટેકનિકલ પુરાવાઓ અને વીડિયો ફૂટેજના આધારે વધુ તપાસ કરી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...