અમદાવાદ : અમદાવાદ મેટ્રો દિવાળી 2026 ને લઈને મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. દિવાળીના દિવસે એટલે કે 8 નવેમ્બર 2026ના રોજ અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સેવા સામાન્ય દિવસોની સરખામણીમાં ટૂંકા સમય માટે ચાલુ રહેશે. ફટાકડા ફોડવાના કારણે કોઈ આકસ્મિક ઘટના ન બને અને મુસાફરોની સુરક્ષા જળવાઈ રહે તે માટે સાવચેતીના ભાગરૂપે મેટ્રોના સંચાલનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
રિપોર્ટ મુજબ, GMRC ના જણાવ્યા મુજબ, 8 નવેમ્બર એટલે દિવાળીના દિવસે અમદાવાદમાં મેટ્રો ટ્રેન સવારે 6:20 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી કાર્યરત રહેશે. સામાન્ય દિવસોમાં અમદાવાદમાં મેટ્રો સેવા સવારે 6:20 વાગ્યાથી રાત સુધી ચાલે છે. જોકે દિવાળીના દિવસે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેવા સાંજે જ બંધ કરવામાં આવશે.એટલે કે સામાન્ય દિવસોની સરખામણીમાં મુસાફરોને રાત્રિના સમયે મેટ્રો સેવાનો લાભ નહીં મળે.
અમદાવાદ મેટ્રો દિવાળી 2026 અંતર્ગત કરવામાં આવેલા આ સમય ફેરફાર પાછળ મુખ્ય કારણ દિવાળીની રાત્રે મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવે છે તે છે. ફટાકડાના કારણે મેટ્રો રેલવે લાઇન અને આસપાસના વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય અથવા આકસ્મિક ઘટના ન બને તે માટે આ સાવચેતી રાખવામાં આવી છે.
અમદાવાદના મુસાફરો માટે સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે, પરંતુ ગાંધીનગરના મુસાફરોને આ ફેરફારની અસર થશે નહીં. દિવાળીના દિવસે ગાંધીનગર મેટ્રો સેવા રાબેતા મુજબના સમયપત્રક અનુસાર ચાલુ રહેશે.
GMRC ના જણાવ્યા મુજબ, મુસાફરોને પણ સલાહ આપવામાં આવે છે કે દિવાળીના દિવસે મેટ્રોમાં મુસાફરી કરવાની હોય તો સાંજે 7 વાગ્યા પહેલાં પોતાની મુસાફરીનું આયોજન કરી લે.
મેટ્રો ટ્રેનનું સમયપત્રક
વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ: છેલ્લી મેટ્રો ટ્રેન સાંજે 7:00 કલાકે ઉપડશે.
થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ: છેલ્લી મેટ્રો ટ્રેન સાંજે 7:05 કલાકે ઉપડશે.
APMCથી કોટેશ્વર રોડ: છેલ્લી ટ્રેન સાંજે 7:00 કલાકે ઉપડશે.
કોટેશ્વર રોડથી APMC: છેલ્લી ટ્રેન સાંજે 7.05 કલાકે ઉપડશે.


