Wednesday, June 24, 2026

બોપલ બ્રિજ નજીક મોડી રાત્રે હિટ એન્ડ રન, ટ્રકે યુવકને ટક્કર મારતા ઘટનાસ્થળે જ મોત

spot_img
Share

અમદાવાદ : શહેરના બોપલ વિસ્તારમાં બોપલ બ્રિજ નજીક મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. ટ્રક ચાલકે રોડ ક્રોસ કરતાં યુવકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, આ ઘટનાને પગલે બ્રિજ પાસે લોકોનું ટોળુ એકઠું થઈ ગયું હતું. આ દરમિયાન ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.જે બાદ ટ્રક મૂકી ચાલક ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

રિપોર્ટ મુજબ, વકીલ સાહેબ બ્રિજ પરથી ઉતરતા ટ્રક ચાલકે એક વ્યક્તિને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓ થવાને કારણે વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોના ટોળા ભેગા થઈ ગયા હતા, જ્યારે એક રિક્ષા ચાલકે ટ્રકચાલકનો પીછો કર્યો હતો પણ ઓગણજ સુધી જતા ત્યાં ટ્રક મૂકીને નાસી ગયો હતો.

ઘટનાની જાણ થતા જ એમ ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધી ટ્રકચાલકની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...