Thursday, May 14, 2026

નારણપુરાના ઉદય એપાર્ટમેન્ટમાં રીડેવલપમેન્ટ પ્રક્રિયા તેજ, માત્ર 5 મહિનામાં 75 ટકાથી વધુ સભ્યોની સંમતિ

spot_img
Share

અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ૩૫૨ એમ.આઈ.જી. ઉદય એપાર્ટમેન્ટ, નારણપુરા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડની રીડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત રહેવાસીઓ દ્વારા મહત્વપૂર્ણ અને હકારાત્મક પહેલ કરવામાં આવી છે. ઉદય એપાર્ટમેન્ટ એસોસિએશન દ્વારા ટૂંકા ગાળામાં મોટી સંખ્યામાં રહેવાસીઓની સંમતિ મેળવી રીડેવલપમેન્ટ પ્રક્રિયાને ગતિ આપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ઉદય એપાર્ટમેન્ટ એસોસિએશન દ્વારા માત્ર પાંચ મહિનાના સમયમાં 352 સભ્યોમાંથી 268 થી વધુ સભ્યોની નોટરાઇઝ સંમતિ મેળવી ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરી ખાતે સત્તાવાર રીતે દસ્તાવેજાે જમા કરાવવામાં આવ્યા છે. આ પ્રક્રિયામાં 75 ટકાથી વધુ સભ્યોનો સહકાર મળ્યો હોવાનું જણાવાયું છે, જે રહેવાસીઓની એકતા અને વિકાસ પ્રત્યેની સકારાત્મક માનસિકતા દર્શાવે છે.

આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ શ્રીમતી લીનાબેન ગિરીશભાઈ પંડ્યા, ઉપપ્રમુખ શ્રી મીત જયકાંત સોની, સેક્રેટરી શ્રી મયંક શિવકુમાર વ્યાસ, ખજાનચી શ્રી હરિકૃષ્ણ ચિતારા તેમજ કારોબારી સમિતિના સભ્યોએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, રહેવાસીઓના સુરક્ષિત, આધુનિક અને સુવિધાસભર નિવાસના હિતમાં એસોસિએશન સતત હકારાત્મક અને પારદર્શક પ્રયત્નો કરી રહ્યું છે.

એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસલક્ષી અને જનહિતકારી રીડેવલપમેન્ટ નીતિને સમર્થન આપતાં તેઓ રહેવાસીઓના હિતને સર્વોપરી રાખીને આગળ પણ કાર્યરત રહેશે.

ઉદય એપાર્ટમેન્ટના રહેવાસીઓએ આશા વ્યક્ત કરી છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રીડેવલપમેન્ટ પ્રક્રિયામાં ઝડપી અને હકારાત્મક ર્નિણય લેવામાં આવશે, જેથી રહેવાસીઓને આધુનિક સુવિધાઓથી સજ્જ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત નિવાસ મળી શકે.

સ્થાનિકોનું માનવું છે કે રી-ડેવલપમેન્ટ યોજનાથી વિસ્તારમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસશે તેમજ રહેવાસીઓના જીવનસ્તરમાં પણ નોંધપાત્ર સુધારો થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...