Thursday, September 17, 2026

અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચાર વિધાનસભાના વોર્ડના નવનિયુક્ત કોર્પોરેટરો સાથે મુલાકાત કરી

spot_img
Share

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજથી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આવ્યા છે. અમિત શાહે આજે 16મે અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે ગાંધીનગર લોકસભામાં ચાલતા વિકાસ કાર્યો અને વૃક્ષારોપણને લઈને અમદાવાદ તેમજ ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. એ સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે પણ એક કલાક સુધી બેઠક કરી હતી. જ્યારે અમદાવાદની ચાર વિધાનસભાના વોર્ડના તમામ નવનિયુક્ત કોર્પોરેટરો સાથે પણ મુલાકાત કરી હતી.

રિપોર્ટ મુજબ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહએ ગાંધીનગર લોકસભા અંતર્ગત નારણપુરા, સાબરમતી, વેજલપુર અને ઘાટલોડિયા વિધાનસભાના વોર્ડના તમામ નવનિયુક્ત કોર્પોરેટરો સાથે મુલાકાત કરી હતી અને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા અને સંગઠનાત્મક મુદ્દાઓ, જનસેવા અને પ્રાદેશિક વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે મને વિશ્વાસ છે કે જનતા દ્વારા ચૂંટાયેલા તમામ કાઉન્સિલરો જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરીને સમર્પણ, સંવાદ અને સેવા ભાવ સાથે કાર્ય કરી વિસ્તારના વિકાસમાં પોતાની સક્રિય ભૂમિકા ભજવશે.

દક્ષિણ પશ્ચિમ ઝોન કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં ઉપસ્થિત તમામ કોર્પોરેટરો સાથે ગૃહમંત્રીએ વન-ટુ-વન અને સામૂહિક ચર્ચા કરી હોવાના અહેવાલ છે. આ બેઠકમાં વિસ્તારના પડતર પ્રશ્નો, લોક કલ્યાણની યોજનાઓનું અમલીકરણ અને સંગઠનની મજબૂતી વિશે મહત્વનું મંથન કરવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...