Thursday, September 17, 2026

સોલા પોલીસની મોટી સફળતા: આંતરજિલ્લા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા

spot_img
Share

અમદાવાદ : શહેરના સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા આંતરજિલ્લા ચોરીના બે અલગ અલગ ગુનાઓનો ભેદ ઉકેલી એક આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલ એક્ટિવા અને રોકડ રકમ મળી કુલ રૂ. 23 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

રિપોર્ટ મુજબ, સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના PSI એન.એસ.સિંહની આગેવાનીમાં પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે એસ.જી. હાઇવે પર અમેઝ માર્બલ ત્રણ રસ્તા નજીકથી સાહીલ કાળુજી ઠાકોર (ઉ.વ.22, રહે. સોલા ગામ, અમદાવાદ) તથા એક બાળ કિશોરને ઝડપી પાડવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓએ અડાલજ વિસ્તારમાંથી તા. 7 મેના રોજ વૈષ્ણવદેવી સર્કલ પાસે પાર્ક કરાયેલ હોન્ડા એક્ટિવા નંબર GJ-01-NC-4091નું લોક તોડી ચોરી કરી હતી. ઉપરાંત વિરમગામ ટાઉન વિસ્તારમાં અરવા ટેલિકોમ દુકાનમાંથી રોકડ ભરેલું પાકીટ ચોરી કરવાની ઘટનામાં પણ તેમની સંડોવણી બહાર આવી હતી.

પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 15 હજાર કિંમતનું એક્ટિવા અને રૂ. 8 હજાર રોકડ મળી કુલ રૂ. 23 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તપાસમાં મુખ્ય આરોપી સામે ગાંધીનગર, કલોલ અને પાલનપુર સહિતના પોલીસ સ્ટેશનોમાં અગાઉના ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે.હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ અને અન્ય સાગરીતોની શોધખોળ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...