Wednesday, May 20, 2026

અમદાવાદમાં રખડતા શ્વાનનો આતંક, રોજ 200થી વધુ લોકો બને છે શિકાર, કરોડોના ખર્ચ બાદ પણ સ્થિતિ ઠેરના ઠેર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યા છે. જેમાં રોજ 200થી વધુ લોકો શ્વાનનો શિકાર બને છે. વાહન પાછળ શ્વાન પડતા અકસ્માતના કેસ પણ વધ્યા છે.તેણે મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે. રોજના સરેરાશ આંકડાઓ એટલા ભયજનક છે કે લોકો હવે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે, જે શહેરની સુરક્ષા વ્યવસ્થા પર એક મોટું પ્રશ્નાર્થ ચિન્હ છે.

રિપોર્ટ મુજબ, અમદાવાદમાં શ્વાન કરડવાના કેસોમાં એક વર્ષમાં 30 ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે. શહેરમાં દરરોજ સરેરાશ 211 જેટલા શ્વાન કરડવાના કેસો હોસ્પિટલોમાં નોંધાઈ રહ્યા છે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે તંત્ર દ્વારા કરવામાં આવતા દાવાઓ અને જમીની હકીકત વચ્ચે મોટું અંતર છે. નાના બાળકો અને વૃદ્ધો આ આતંકનો સૌથી વધુ શિકાર બની રહ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શ્વાન નસબંધી અને રસીકરણ પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે. જોકે, આટલા મોટા ખર્ચ છતાં શ્વાનોની વસ્તી પર અંકુશ મેળવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. કરોડો રૂપિયા ખર્ચાયા બાદ પણ જો કેસોમાં 30 ટકાનો વધારો થતો હોય, તો આ ભંડોળનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થઈ રહ્યો છે તે તપાસનો વિષય છે.

રખડતા શ્વાનના હુમલાની બાબતમાં ગુજરાત રાજ્યની સ્થિતિ પણ દેશભરમાં ચિંતાજનક છે. શ્વાન કરડવાના સૌથી વધુ કેસો ધરાવતા દેશના ટોચના પાંચ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે. અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં આ આંકડાઓ વધવા તે રાજ્યના આરોગ્ય અને વહીવટી તંત્ર માટે એક મોટો પડકાર છે. નાગરિકો હવે આ સમસ્યાનો કાયમી અને નક્કર ઉકેલ ઈચ્છી રહ્યા છે.

તબીબોનું કહેવું છે કે, મોટે ભાગે નવેમ્બરથી ફેબ્રુઆરીમાં ગલુડિયાઓના જન્મની સિઝન હોય છે, માદા શ્વાન પોતાના બચ્ચાં માટે વધુ સજાગ હોય છે એટલે એ અરસામાં કૂતરા કરડવાના વધુ કેસ આવતાં હોય છે. કૂતરુ કરડે એ સ્થિતિમાં રેબિસ વેક્સિન લેવી જરૂરી બની જાય છે. રસ્તાઓ પર રખડતાં કૂતરાઓનો આંતક હજુ એવો જ છે, વહેલી સવારે અને રાતે કૂતરા વાહન પાછળ દોડતાં હોય છે, જેના કારણે વાહન અકસ્માતના કેસ બનતાં હોય છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...