Thursday, September 17, 2026

મધુર ડેરીમાં રૂપિયા 128 કરોડના અદ્યતન પ્લાન્ટનું લોકાર્પણ, અમિતભાઈ શાહે ગણાવી સિદ્ધિ

spot_img
Share

ગાંધીનગર : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર ખાતે મધુર ડેરીના નવનિર્મિત અદ્યતન પ્લાન્ટનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. રૂપિયા 128 કરોડના પ્રચંડ ખર્ચે તૈયાર થયેલો આ પ્લાન્ટ આગામી દિવસોમાં મધુર ડેરી અને સ્થાનિક પશુપાલકોની પ્રગતિમાં નવો અધ્યાય લખશે. હાલમાં વાર્ષિક રૂપિયા 628 કરોડનું ટર્નઓવર ધરાવતી મધુર ડેરી આ નવા પ્રોજેક્ટથી શ્વેત ક્રાંતિ તરફ વધુ એક મજબૂત કદમ વધારશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રૂપિયા 128 કરોડના ખર્ચે તૈયાર થયેલા મધુર ડેરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. પ્રતિદિન 2,76,000 લીટર સંપાદન ક્ષમતા સાથે મધુર ડેરી કાર્યરત. હાલ મધુર ડેરીનું વાર્ષિક 628 કરોડનું ટર્ન ઓવર. નવનિર્મિત પ્લાન્ટની પ્રતિદિન 2.5 લાખ લિટર દૂધ પ્રોસેસિંગની ક્ષમતા જેને 5 લાખ લિટર સુધી પણ વિસ્તૃત કરી શકાશે. નવીન ડેરીથી સ્થાનિક દૂધ ઉત્પાદકોને થશે ફાયદો. દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ મળશે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, DyCM હર્ષ સંઘવી, કૃષિમંત્રી રાઘવજી પટેલ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ નવો પ્લાન્ટ જિલ્લાના પશુપાલકો અને દૂધ ઉત્પાદકો માટે આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે. આ પ્રોજેક્ટથી સહકારી ક્ષેત્રને વધુ વેગ મળશે અને ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનશે.

નવા મધુર ડેરીના અત્યાધુનિક પ્લાન્ટ અંદાજે રૂ.128 કરોડના ખર્ચે 15 એકર જમીન પર આ અત્યાધુનિક પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ હાલમાં દૈનિક 2.5 લાખ લિટર દૂધ પ્રોસેસિંગની ક્ષમતા ધરાવે છે, જેને ભવિષ્યમાં વધારીને દૈનિક 5 લાખ લિટર સુધી પહોંચાડી શકાશે. આ પ્લાન્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનો 75 ટકા નફો સીધો જ દૂધ ઉત્પાદકોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે, જેથી પશુપાલકોને તેમના દૂધના પોષણક્ષમ અને પૂરતા ભાવ મળી રહેશે.

ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, માત્ર 4 મંડળી અને 6000 લિટર દૂધથી શરૂ થયેલી આ સફર આજે 3 લાખ લિટરથી વધુ દૂધ પ્રોસેસિંગ સુધી પહોંચી છે. ડેરી સેક્ટર દ્વારા મહિલા સશક્તિકરણનું મોટું કામ થઈ રહ્યું છે, જેના કારણે ગ્રામીણ બહેનો આર્થિક રીતે પગભર થઈને ‘શેઠ’ની જેમ ચેક આપતી થઈ છે. અમૂલના માધ્યમથી દરરોજ રૂ. 200 કરોડ 36 લાખ બહેનોના ખાતામાં જમા થાય છે.

અમૂલની સુગર ફ્રી ચોકલેટ દેશમાં પ્રથમ ક્રમે છે. હવે કૃષિ અને પશુપાલન ક્ષેત્રે અમૂલનું AI સેક્ટર પણ કામ કરશે, જેમાં AI સહાયકનું નામ ‘સરલાબેન’ રાખવામાં આવ્યું છે. આગામી સમયમાં ડેરીની આવકમાં 20 ટકાનો વધારો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...