Thursday, September 17, 2026

અમદાવાદના મેયર સહિતના પદાધિકારીઓની આ તારીખે થશે જાહેરાત, સામાન્ય સભા બોલાવવામાં આવી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકામાં નવા મેયર અને અન્ય મહત્વના પદાધિકારીઓની નિમણૂક માટે હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 26 મેના રોજ સવારે 11 વાગ્યે સામાન્ય સભા બોલાવવામાં આવી છે, જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

રિપોર્ટ મુજબ, શહેરના મેયર સહિતના પદાધિકારીઓની ચૂંટણી માટે 26મી મેએ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવી છે. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાના કારણે તમામ પદાધિકારીઓની વરણી બિનહરીફ થવાની પૂરી શક્યતા છે. મેયર ઉપરાંત ડેપ્યુટી મેયર, સ્ટન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓની વરણી કરાશે. AMTS કમિટીના ચેરમેનની પણ નિમણૂક કરવામાં આવનાર છે.

સાંજે કોર્પોરેશન દ્વારા સત્તાવાર એજન્ડા જાહેર કરવામાં આવશે, જેમાં ચૂંટણી પ્રક્રિયા અને વિવિધ પદોની નિમણૂક અંગેની વિગતો સામેલ રહેશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે 23 અથવા 24 મેના રોજ ઉમેદવારી જાહેર થવાની શક્યતા છે. અંદાજે 15 જેટલા દાવેદારો પોતાના નામ નોંધાવી શકે છે. માહિતી મુજબ, 26 મેના રોજ જ સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠક પણ યોજાઈ શકે છે. આ બેઠકમાં નવી કમિટીના 12 સભ્યો અંગે પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે (BJP) અમદાવાદ મહાનગરપાલિકામાં 160 બેઠકો સાથે ભવ્ય જીત મેળવી હતી. હવે શહેરના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક કોણ બનશે તે અંગે રાજકીય ચર્ચાઓ તેજ બની છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...