Thursday, September 17, 2026

અમદાવાદની બહુચર્ચિત ઘટના, જ્વેલર્સની દુકાનમાં 1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના બહુચર્ચિત એવા નિકોલ વિસ્તારમાં આવેલા જ્વેલર્સ શો રુમમાં કામ કરતી હર્ષિદા શેટ્ટી નામની સેલ્સ ગર્લ્સે કરોડો રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી. ત્યારે હવે આ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અઠવાડિયા પહેલા ચોરી કરનારી હર્ષિદા શેટ્ટી હવે ક્રાઈમ બ્રાન્ચના હાથમાં આવી ગઈ છે.પોલીસે હર્ષિદાના પ્રેમીની પણ અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી છે.

રિપોર્ટ મુજબ, અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ ‘આભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર’ જ્વેલર્સના શોરૂમમાંથી સોનાની ચેઈન, વીંટી અને બંગડીઓ, મંગળસૂત્ર અને પેન્ડન્ટ, સોનાની ઘડિયાળ અને અન્ય કિંમતી ઘરેણાં મળીને અંદાજે 1.11 કરોડથી વધુના દાગીના ચોરીને ફરાર થઈ ગઈ હતી. આ મામલે ‘આભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર’ શો રૂમના માલિક દર્શનભાઈ જૈને નોંધાવેલી ફરિયાદ બાદ નિકોલ પોલીસે સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સીસીટીવીની તપાસ કરતાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે, સેલ્સ ગર્લ ચોરી કરી રહી છે જેથી તેનો ગુનો પુરવાર થતો હતો. બાદમાં ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ અને હ્યુમન સોર્સની મદદથી હર્ષિદા શેટ્ટી અને તેના પ્રેમીને ઝડપી પાડ્યા હતા.

સીસીટીવી ફૂટેજ ચેક કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વીડિયોમાં હર્ષિદા પોતાની પાછળ રહેલા કબાટમાંથી સોનાના ઘરેણાં કાઢીને પોતાના કપડાંના ગજવામાં છુપાવતા સ્પષ્ટ દેખાઈ હતી. ત્યારબાદ તે ઉપરના માળે સ્ટોરરૂમમાં જઈ પોતાની બેગ લઈને શોરૂમની બહાર નીકળી ગઈ હતી. આ કરોડોની ચોરીના સમગ્ર કાવતરામાં હર્ષિદાના પ્રેમીની પણ સક્રિય સંડોવણી હતી. પોલીસે હર્ષિદાના પ્રેમીની પણ અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...