Thursday, September 17, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પહેલ, આ નવ બ્રિજ નીચે ઉભા થઈ રહ્યા છે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર્સ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્તરની ‘સ્પોર્ટ્સ સિટી’ તરીકે વિકસાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા શહેરમાં બ્રિજ નીચેની બિનઉપયોગી જગ્યાઓને આધુનિક ‘સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર્સ’માં પરિવર્તિત કરવાની અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માત્ર રમતગમત પૂરતો મર્યાદિત નથી, પરંતુ ‘ફિટ અમદાવાદ – સ્પોર્ટ્સ ફ્રેન્ડલી અમદાવાદ’ના સ્વપ્નને સાકાર કરવાના દિશામાં ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે.

AMC દ્વારા હાલમાં સિમ્સ અને રાણીપ અંડરબ્રિજ નીચે અત્યાધુનિક સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં બાળકો, યુવાનો અને નગરજનો માટે રમતગમતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત લક્ષ્મણરાવ વકીલ સાહેબ બ્રિજ, અંજલી બ્રિજ અને ઘોડાસર બ્રિજ નીચે પણ સમાન પ્રોજેક્ટ્સ પર કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ કાર્યરત કરવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિનેશ ચેમ્બર ફ્લાય ઓવરબ્રિજ, ગુરુજી ઓવર બ્રિજ, ગુજરાત કોલેજ રેલવે ઓવર બ્રિજ અને રાજેન્દ્ર પાર્ક ફ્લાય ઓવર બ્રિજ નીચે પણ સ્પોર્ટ્સ સુવિધાઓ વિકસાવવા બ્રિજ ટેન્ડર વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના દરેક વિસ્તારમાં ‘સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર્સ’ ઉભા કરીને લોકોમાં રમતગમત પ્રત્યે રસ વધારવો, બાળકો અને યુવાનોને નજીકમાં જ રમવાની અને તાલીમ લેવાની તક આપવી અને રમતગમતને શહેરી સંસ્કૃતિનો ભાગ બનાવવો એ આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે. તેમજ શહેરમાં વર્ષોથી બિનઉપયોગી જગ્યાઓ હવે યુવાનોની ઊર્જા, રમતગમત અને ફિટનેસનું કેન્દ્ર બની રહી છે.

બ્રિજ નીચે તૈયાર કરવામાં આવેલા આ આધુનિક સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર્સમાં ક્રિકેટ, ફૂટબોલ અને બાસ્કેટબોલ જેવી રમતો માટે વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સાથે જ સ્કેટિંગ, બેડમિન્ટન અને વિવિધ ફિટનેસ એક્ટિવિટીઝ માટે અલગ ઝોન પણ બનાવવામાં આવ્યા છે. જેમાં સીમ્સ બ્રિજ નીચે બનાવેલા સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટરમાં એરહોકી, ટેબલ ટેનિસ, ચેસ, કેરમ, બોક્સ ક્રિકેટ, પિકલ બોલ, બાસ્કેટ બોલ, પૂલ ટેબલ, ફુઝ બોલ અને લૂડો જેવી રમતોનો સમાવેશ થાય છે.

રાણીપ ઓવરબ્રિજ નીચે બનાવેલા સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટરમાં ફૂઝ બોલ અને લૂડો સિવાયની રમતો રમાડવામાં આવે છે.બાળકો અને નગરજનો માટે રમતગમતના જરૂરી સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેથી દરેક વર્ગના લોકો સરળતાથી તેનો લાભ લઈ શકે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...