Thursday, September 17, 2026

ઇન્કમટેક્સ પાસે કિશોરો વચ્ચે હિંસક ટકરાવ, સગીરને માર મારી રોડ પર દોડાવાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બે મહિના અગાઉ થયેલી મારપીટનો બદલો લેવા માટે એક સગીરને જાહેરમાં નગ્ન કરી દોડાવવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે વાડજ પોલીસે ગુનો નોંધીને પાંચ પૈકીના બે આરોપીઓની ગણતરીના કલાકોમાં જ અટકાયત કરી લીધી છે અને અન્યની શોધખોળ હાથ ધરી છે.

રિપોર્ટ મુજબ, સમગ્ર શહેરભરમાં ચર્ચા જગાવનાર ઘટનાની વિગતે વાત કરીએ તો શહેરના દુધેશ્વર પાસે બે મહિના અગાઉ મોહિત નામના યુવકને સગીર સહિત કેટલાક શખ્સોએ કપડા કાઢીને મારમાર્યો હતો. શર્ટ-પેન્ટ કાઢી મોહિતને બેસાડીને માફી મંગાવી હતી. મોહિતના દંડા અને પટ્ટા વડે મારતા હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. જોકે, તે સમયે ડરના કારણે પોલીસ ફરિયાદ થઈ નહોતી. આ જ અપમાનનો બદલો લેવા રોહિત અને તેના મિત્રો મોકો શોધી રહ્યા હતા.

આ અદાવતને લઈને મોહિતે 8મી જૂને મારમારનાર વ્યક્તિઓ પૈકી એક સગીરને ઇન્કમટેક્સ પાસે ઊભો રાખ્યો હતો. પાન પાર્લર પાસે મોહિત અને તેના ચાર મિત્રએ સગીરને માર મારીને કપડા કઢાવ્યાં હતા. સગીરને નગ્ન હાલતમાં જીવ બચાવવા દોડ્યો તો પાંચેય લોકોએ પીછો કરીને માર્યો હતો. આસપાસના લોકો આવતા પાંચેય ત્યાંથી નાસી ગયા હતા. આ અંગે સગીરના પિતાએ વાડજ પોલીસ સ્ટેશનમાં પાંચેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે બે લોકોની અટકાયત કરી છે અને અન્યની શોધખોળ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...