Thursday, November 5, 2026

AMCની પશ્ચિમ ઝોનમાં દબાણ હટાવ ઝુંબેશ : મીઠાખળી સર્કલથી નગરી હોસ્પિટલ સુધી રસ્તાઓ કરાયા અવરોધમુક્ત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં માર્ગ વ્યવસ્થા વધુ સુગમ અને સુરક્ષિત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત AMCના પશ્ચિમ ઝોન એસ્ટેટ TDO વિભાગ દ્વારા પોલીસ સ્ટાફના સહયોગથી પશ્ચિમ વિસ્તારમાં વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

રિપોર્ટ મુજબ, AMCના પશ્ચિમ ઝોન એસ્ટેટ TDO વિભાગ દ્વારા મીઠાખળી સર્કલથી લેમન ટ્રી હોટલ અને ત્યાંથી નગરી હોસ્પિટલ સુધીના માર્ગ પર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. માર્ગ પર વાહનવ્યવહારને અવરોધરૂપ બનતા વિવિધ પ્રકારના દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેથી રસ્તાઓ વધુ ખુલ્લા અને સુવ્યવસ્થિત બની શકે.સાથે જ, માર્ગની બાજુઓ પર લાંબા સમયથી પડેલા અને અવ્યવસ્થાનું કારણ બનતા ડેડ વ્હીકલ્સને પણ દૂર કરવામાં આવ્યા હતા. AMC અને પોલીસ વિભાગની સંયુક્ત કાર્યવાહીના કારણે માર્ગ પરની અવરોધક પરિસ્થિતિઓ દૂર થતાં વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોને રાહત મળી છે.

શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સરળ અવરજવર જળવાઈ રહે તેમજ જાહેર માર્ગો પર કોઈપણ પ્રકારનું ગેરકાયદે દબાણ ન રહે તે માટે આવી કામગીરી આગામી દિવસોમાં પણ નિયમિતપણે ચાલુ રાખવામાં આવશે. પોલીસ સ્ટાફના સહયોગથી કરવામાં આવેલી આ કાર્યવાહીને કારણે મીઠાખળી સર્કલથી નગરી હોસ્પિટલ સુધીનો માર્ગ વધુ વ્યવસ્થિત અને અવરોધમુક્ત બન્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...