Friday, June 12, 2026

અમદાવાદમાં વધુ એક તળાવ પર ડિમોલિશન, 160થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

spot_img
Share

અમદાવાદ : શહેરમાં વધુ એક ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું હતું.ઈસનપુર વિસ્તારમાં મોની હોટેલના ગલીમાં શાક માર્કેટ પાસે આવેલા આંબા તળાવમાં મેગા ડિમોલીશનની કાર્યવાહી કરવામાં આવી હતી. આંબા તળાવ આસપાસ 160 થી વધારે નાના મોટા કાચા-પાકા મકાનો બની ગયા હતા અને લોકો વર્ષોથી વસવાટ કરતા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવની જગ્યાનો કબજો લેવા નોટિસ આપી મકાન ખાલી કરવા સૂચના આપવામાં આવી હતી.

રિપોર્ટ મુજબ, આજે 12 જૂને સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચથી વધારે જેસીબી અને હિટાચી મશીનો સાથે દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગના સ્ટાફ દ્વારા મેગા ડિમોલેશનની શરૂઆત કરવામાં આવી છે. ઇસનપુર અને નારોલ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ડીમોલિશન કરવામાં આવી રહ્યું છે. કોર્પોરેશન દ્વારા તમામ મકાનોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. 147 જેટલા કાચા પાકા મકાનો છે અને 14 કોમર્શિયલ આવેલા છે. કોર્પોરેશન દ્વારા આજે આ તમામ મકાનોને દૂર કરીને આશરે 26000 ચોરસ મીટર જેટલી જગ્યાને ખુલ્લી કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરના વિવિધ જળાશયોને પુનઃજીવિત કરવા અને તેને ઊંડા કરવા માટે આ ઝુંબેશ હાથ ધરાઈ છે. લાંબા સમયથી વસવાટ કરતા પરિવારો બેઘર ન બને તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માનવતાવાદી અભિગમ પણ અપનાવવામાં આવ્યો છે. ડિમોલિશનને કારણે અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે તાત્કાલિક ધોરણે નજીકના રેન બસેરામાં રહેવા-જમવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત, જે નાગરિકો પાસે ત્યાં વર્ષોથી વસવાટ કરતા હોવાના જરૂરી સરકારી પુરાવા અને દસ્તાવેજો ઉપલબ્ધ હશે, તેમની પાસેથી કોર્પોરેશન દ્વારા નિયત ફોર્મ ભરાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ પુરાવાઓની ચકાસણી કર્યા બાદ લાયક પરિવારોને સરકારી યોજના હેઠળ વૈકલ્પિક મકાનોની ફાળવણી કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે.

અમદાવાદમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે, જેની શરૂઆત ચંડોળા તળાવથી થઈ હતી. જે બાદ શહેરમાં ગેરકાયદે દબાણો હટાવવામાં આવી રહ્યા છે. દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત સરદારનગરના કમલ તળાવના કિનારે વર્ષોથી વસવાટ કરતા લોકોના કાચા અને પાકા મકાનો એક પછી એક જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...